ફતેપુરા,
પ્રજાપતિ દક્ષના કરેલા અપમાનથી માતા સતિ એ યજ્ઞ કુંડમાં સ્નાન કરીને જીવન પુર્ણ કર્યું.
એ માતા સતિ બીજા જન્મમાં હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો. એ એક સામાન્ય મનુષ્યની જેમ. નાનપણથી જ માતાને વાત કરતી કે મારે મહાદેવ ને પામવું છે. ત્યારે માતાએ બધી વાત સમજાવતાં કહ્યું કે, એના માટે કઠીન તપ કરવું પડે છે. ત્યારે કહ્યું કે ભલે હું કરીશ. અને પછી એ પુત્રી હીમાલયની કંદરાઓમા ગાઢ જંગલોમાં જઈને તપ કરે છે. ઉનાળામાં ગરમીમાં પોતાની બેઠકની ફરતે અગ્નિ પ્રગટાવીને ચોમાસામાં વરસાદમાં ખડે પગે ઊભા રહીને તો શિયાળામાં ઠંડા પાણીમાં રહીને કઠીન તપ કરે છે .
દિકરીની વાત કરતાં કહ્યું કે દીકરી એતો વ્હાલનો દરિયો છે. કોઈ કહે કે દીકરી પારકી થાપણ છે, એ ખોટી વાત છે દીકરી તો આપણી થાપણ કહેવાય છે.
આજે બ્રૃણ હત્યાને ધ્યાનમાં રાખીને બાપુ એ કહ્યું કે શું સાબિતી છે કે દિકરો તમારૂં ધ્યાન રાખશે? નારીનું માન સન્માન કરો દીકરી તો લક્ષ્મીનો અવતાર છે એનું જતન કરવું જોઈએ. પહેલાં તો બાળકીને દુધ પિતિ કરીને મારી નાખતા હતા આજે યંત્ર થી તપાસી જો છોકરી છે, તો જન્મ થાય તે પહેલા જ મારી નાખવામાં આવે છે. આવું ઘોર પાપ ન કરવું જોઈએ. દરેક બાપે જેમ દિકરાને સંપત્તિ જમીનમાં ભાગ આપે છે તેમ દિકરીને પણ ભાગ આપવો જોઈએ.
આજના સમયમાં વ્યસનની વાત કરતાં કહ્યું કે યુવા ધન નો વ્યસનને કારણે નાશ થઈ રહ્યો છે. શું ખાવું પીવું તેનું ભાન નથી.
ભોજનની વાત કરતાં કહ્યું કે, હંમેશાં શાકાહારી ભોજન ખાઓ માંસ માછલી ઇંડા દારૂ પીવો એ આપણા માટે છે?? એવું નહીં ખવાય. પરમાત્મા એ આપણા ખોરાક માટે અનેક પ્રકારના અનાજનુ સર્જન કર્યું છે એ ખાવું જોઈએ. આજથી બસ નક્કી કરી લેવું જે કોઈ ખાય છે. તેમણે કે હવે આજથી માંસ માછલી ઇંડા, દારૂ બંધ કરીશું અને હવે એકદમ શુદ્ધ શાકાહારી ભોજન ખાઈશું.
દરરોજ ૐ નમ: શિવાય ની એક પાંચ કે 11 માળા કરીશું એકાદશી વ્રત કરીશું સોમવારનું વ્રત કરીશું એવો સંકલ્પ કરો. આરીતે ભોજનની સાચી સમજણ આપી.