
નવીદિલ્હી, ક્લાઈમેટ ચેન્જ સાથે સંબંધિત એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓ પર ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસર થવાની છે. માનવીની પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ પેટર્નમાં ફેરફાર થવાને લીધે તેની આજુબાજુના વિસ્તારોમાં લગભગ એક અબજ લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
હાઈવેટિંગ રિવર બેસિન ગવર્નેન્સ એન્ડ કોઓપરેશન ઈન ધ એચકેએચ રિજન રિપોર્ટમાં ત્રણેય નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર પર નદીના બેસિન મેનેજમેન્ટ માટે ક્લાઈમેટ અંગે લેક્સિબલ દૃષ્ટિકોણની જરૂર છે. હિંદુ કુશ હિમાલય દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના અમુક ભાગોના ફ્રેશ પ્રાણીના સ્ત્રોત છે. તેનું બરફ, ગ્લેશિયરો અને વરસાદથી આવતું પાણી એશિયાની ૧૦ સૌથી મોટી રિવર સિસ્ટમને મદદ કરે છે.
સામાન્ય રીતે ભારતમાં રહેતા ૬૦ કરોડથી વધુ લોકો માટે પવિત્ર અને જરૂરી મનાતી ગંગા બેસિન વધતાં પર્યાવરણીય ખતરાનો સામનો કરી રહી છે. ઝડપથી ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને ખેતીની બદલાતી પદ્ધતિઓએ નદીના પારિસ્થિતિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી છે.
રિપોર્ટમાં એ વાત ઉપર પણ ભાર મૂકાયો છે કે સીવેજ અને ઔદ્યોગિક કચરો અંધાધૂંધ રીતે ઠલવાતા પાણી ગંભીર રીતે પ્રદૂષિત થયું છે. તેના લીધે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ખતરો પેદા થયો છે. આ પ્રવૃત્તિઓની સાથે સાથે ક્લાઈમેટ ચેન્જની અસર, ખાસ કરીને વધતી જતી પૂરની ઘટનાઓ અને દુષ્કાળ ચિંતા વધારી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે જળ સંસાધનોની ભરપાઇ માટે મહત્ત્વપૂર્ણ સ્ત્રોત મોનસૂનની ૠતુ હવે વધુ ખતરનાક પૂરની સ્થિતિ સર્જે છે. ક્લાઈમેટ સંબંધિત આ ખતરા મહિલાઓ, વિકલાંગ લોકો અને હાંસિયામાં ધકેલા સમુદાયો સહિત નબળાં વર્ગોને પ્રભાવિત કરે છે. આ રીતે પાકિસ્તાન, ભારત, અફઘાન અને ચીનના ૨૬૮ મિલિયનથી વધુ લોકો માટે લાઈફલાઈન સમાન સિંધુ નદી ક્લાઈમેટ ચેન્જના કારણે ભયાનક સંકટમાં છે. વધતું તાપમાન, અનિયમિત મોનસૂન અને પર્યાવરણીય ફેરફાર બેસિનને સંકટ તરફ ધકેલી રહ્યા છે.
અહેવાલ અનુસાર વર્તમાન સામાજિક-આર્થિક નબળાઇઓને લીધે આ પડકારો વધુ મોટા બની ગયા છે જેનાથી હાંસિયામાં ધકેલાયેલા લોકોની દુર્દશા વધી ગઈ છે. બ્રહ્મપુત્ર બેસિનમાં ખાસ કરીને નીચલા ભાગમાં ક્લાઈમેટ ચેન્જ પૂર અને દુષ્કાળને વધારવા તૈયાર છે. બરફ પીગળવાનો દર વધવાની આશંકા છે જેનાથી સમગ્ર વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતાને અસર થશે. લાખો લોકોના જીવન પર તેની અસર વર્તાશે.