પાનમ ડેમ ખાતે સલાહકાર સમિતિની મીટીંગ મળી

લુણાવાડા,
પાનમ સલાહકાર સમિતિના સભ્ય તથા પ્રદેશ કારોબારી સભ્ય, ભાજપ ગોપાલભાઈ પટેલ, એ. પી. એમ. સી. ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, કિસાન મોરચા ભાજપાના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ તથા અન્ય સલાહકાર સમિતિના સભ્યો તથા જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ ભગોરા તથા અધિક્ષક ઇજનેર પાનમ વર્તુળ ગોધરા અન્ય કર્મચારીઓ હાજર રહ્યા.
સિંચાઈ માટે રવિ સિઝન પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 2-11-2022 થી 5-2-2023 સુધી સતત 92 દિવસ સિંચાઈનું પાણી આપવાનું નક્કી કરેલ છે અને આ સિંચાઇ પાણીના સમયગાળાને દયાને રાખી ખેડૂતોએ પોતે પાકની વાવણી અંગેનું આયોજન કરવું. ધારાસભ્ય ગોધરાનો આગેવાન ખેડૂતોએ આભાર વ્યક્ત કરેલ છે.