જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જીલ્લા ફરીયાદ સમિતિની રચના કરાઈ

દાહોદ,દાહોદ જીલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકો અને સાચી વ્યક્તિઓને અગવડ ન પડે તે માટે રજૂઆત કરવા જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જીલ્લામાં “જીલ્લા ફરીયાદ સમિતિ” ની રચના કરવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકો અને સાચી વ્યક્તિઓને અગવડ ન પડે તે હેતુસર FST/SST/ પોલીસ દ્વારા પકડવામાં આવેલ રોકડ રકમ જપ્ત કરવા કે છૂટી કરવા બાબતે રજૂઆત કરવા “જીલ્લા ફરિયાદ સમિતિ”ની રચના કરવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે નોડલ અધિકારી ખર્ચ અને જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ તેમજ નોડલ અધિકારી આદર્શ આચાર સંહિતા અને નિયામક, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ તથા જીલ્લા તિજોરી અધિકારી, દાહોદની નિયુક્તિ કરવામાં આવી છે.

આમ જનતાને રોકડ રકમ જમા કે છૂટી કરવા બાબતે કોઇ રજૂઆત હોય તો જીલ્લા ફરિયાદ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકશે. જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે એમ અખબારી યાદીમાં જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.