દાહોદ,જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે અને જીલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ દાહોદ સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે એ મતગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભા વાર તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમ, મતગણતરી રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સેન્ટર,ચૂંટણી નિરીક્ષકોનાકક્ષ, જીલ્લા ચૂંટણી અધિકારી કક્ષ, કોમ્પ્યુટર કક્ષ,હરીફ ઉમેદવાર કક્ષ સહિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત વેળાએ નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલબેન, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, સહિત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર, પ્રિન્સિપાલ સરકારી ઈજનેરી કોલેજ દાહોદ, મામલતદાર ચૂંટણી દાહોદ સહિત સંબધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.