દે.બારીયાના ઝાબ ગામે બે મહિલા સહિત ચાર વ્યકિતએ આંગણવાડી કાર્યકરની રૂકાવટ કરી મારમારી કરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે પટેલ ફળિયામાં રહેતા બે મહિલા સહીત ચાર જણાએ કોઈ કારણસર નિશાળ ફળિયામાં આવેલ આંગણવાડી આગળ આવી આંગણવાડી કાર્યકર બહેનની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી કાર્યકર બહેન તથા તેના સહકર્મચારીને ફરજમાં રૂકાવટ કરી કાર્યકર બહેન તથા તેના સહકર્મચારીને ગાળો બોલી ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધાકધમકી આપી બંનેના મોબાઈલ લઈ જમીન પર નાંખી તોડી નાંખી નુકશાન પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆના ઝાબ ગામના બોડી ડુંગરી ફળિયામાં રહેતી અને ગામા નિશાળ ફળિયામાં આવેલ આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરતી 30 વર્ષીય રીન્કાબેન ભાનુપ્રસાદ કાળુભાઈ પટેલ ગતરોજ સવારે સાડા નવ વાગ્યાના સુમારે આંગણવાડીમાં પોતાની ફરજ પર હાજર હતી તે દરમ્યાન તે આંગણવાડીમાં આવેલ ગામના પટેલ ફળિયાના ધર્મેન્દ્રકુમાર પ્રવીણસિંહ પટેલ, સર્જનભાઈ ફતેસિંહ પટેલ, ધર્મિષ્ઠાબેન તથા ધનેશ્ર્વરી બેન પ્રવીણભાઈ પટેલ એમ ચારે જણાએ આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી રીન્કાબેન ભાનુપ્રસાદ પટેલની ફરજમાં કોઈ કારણસર રૂકાવટ ઉભી કરી રીન્કાબેન પટેલ તથા તેમની સાથે નોકરી કરતા કર્મચરીને ગાળો આપી ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી રીન્કાબેન પટેલ તથા તેની સાથેના કર્મચારીના મોબાઈલ લઈ નીચે જમીન પર નાંખી તોડી નાંખી નુકશાન પહોંચાડ્યું હતું.

આ સંબંધે ઝાબ ગામના આંગણવાડી કાર્યકર રીન્કાબેન ભાનુ પ્રસાદ પેટલે નોંધાવેલ ફરિયાદને આધારે સાગટાળા પોલીસે ઝાબ ગામના પટેલ ફળિયાના ધર્મેન્દ્રકુમાર પ્રવીણસિંહ પટેલ, ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રકુમાર પટેલ, સર્જનભાઈ ફતેસિંહ પટેલ તથા ધનેશ્ર્વરીબેન પ્રવીણભાઈ પટેલ વિરૂધ્ધ ઈપિકો કલમ 186, 332, 427, 504, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.