પંચમહાલ દાહોદ તેમજ મહીસાગર જિલ્લામાંથી ગાયત્રી પરિવારના પરિજનો શોભાયાત્રામાં જોડાયા હતા. લુણાવાડા, ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર 108 કુંડી નવ ચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞમાં શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમાં કલ્પેશભાઈ મહંત અને જે.કે.પટેલ દ્વારા લીલી ચંડી આપીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કળશ યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. તેમજ આદિવાસી નૃત્ય ટોડી પોથીયાત્રા સદ્દગત પોથી સાથે પંચમહાલ, દાહોદ તેમજ મહીસાગર જિલ્લા માંથી ગાયત્રી પરિવારના પરિજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા પાંચ કિમી સુધી હજારોની સંખ્યામાં સમગ્ર સંતરામપુર નગરમાં ગાયત્રી મંત્રની ધૂન તથા જયધોષ સાથે પરત યજ્ઞ શાળામાં ફરી હતી. સાંતેજની ટોળી દ્વારા શોભાયાત્રા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શાંતિકુંજની ટોડીનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તા.5,6,7 નવેમ્બર 2022 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં તારીખ 5 ના રોજ આદરણીય ચિન્મય પંડ્યાજી શાંતિકુજ હરિદ્વાર થી પધારશે. તેમજ વિવિધ કાર્યક્રમો સંપન્ન થશે. જેનું સંચાલન રામજીભાઈ ગરાસીયા તથા નાથાભાઈ ડામોરે સંચાલન કર્યું હતું. તસવીર:- સંતરામપુર નગરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમાં ગાયત્રી પરિવારના પરિજનો જોડાયા હતા.