સંતરામપુર તાલુકાના બટકવાડા અને ભાણા સીમલ ગામે ગામે આમલી અગિયારસનો મેળો ભરાયો

સંંતરામપુર,સંતરામપુર તાલુકાના આશરે 50 વર્ષથી બટકવાડા અને ભાણા સીમલ ગામે આંબલી અગિયારસનો મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં ગામડાના આજુબાજુના લોકો આ મેળામાં આવતા હોય છે. આ મહિનાની અંદર બટકવાડા ગામે દલપેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. દર આમલી અગિયારસ પર મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પ્રકારની બાધા અને માનતા રાખીને પૂરી કરવા માટે આવતા હોય છે.

મળતી માહિતી મુજબ આ ગામની અંદર પાંડવોનું રથનું નિશાન પણ છે. આ મેળામાં ખાસિયત સૌથી વધારે વરસમાં એક જ વાર ઉનાળો શરૂ થતા પહેલા આદિવાસી સમાજના ગામડાના મોટી સંખ્યામાં લોકો માટીના વાસણની સૌથી વધારે ખરીદી કરતા હોય છે અને આખો દિવસ આમલી અગિયારસનો ઉપવાસ કરીને મેળાની મજા માણતા હોય છે. આમલી 11 માં દિવસે આમલીના જાળીની ઘર આંગણે તેને રોપીને ફેરા મારી સુરજ આમથા પહેલા આમલી અગિયારસનો ઉપવાસ છોડતા હોય છે. બિરસાપુરડા ક્રેડિટ સોસાયટી દ્વારા મફત પાણી અને છાશનો પણ વિતરણ કરવામાં આવતું હોય છે શીલુભાઈ મહારાજ ના તરફથી મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવતું અને ભાણા સીમલ ગામે ઉંડવાડિયા મહાદેવનું સૌથી 50 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ગુજરાત રાજસ્થાનના મોટી સંખ્યામાં લોકો માનતા પૂરી કરતા હોય છે અને બધા રાખીને જતા હોય છે. દર વર્ષની જેમ આમલી અગિયારસનો મેળો ભરાતો હોય છે. આમલી અગિયારસના દિવસે માટીના વાસણ ખરીદવાનું સૌથી વધારે મહત્વ અને શુભ દિવસ ગણાતો હોય છે. પીવાના પાણી માટેના વાસણો છાશ માટેની ગોળી અને વિવિધ પ્રકારનો વાસણો મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે. આખો દિવસ ઉમંગ ઉલ્લાસ અને ખરીદી કરીને સાંજે આમલી અગિયારસનો ઉપવાસ પૂર્ણ કરતા હોય છે હોય છે. આ આમલી અગિયારસનો મેળો 50 વર્ષથી ભરાય છે, તો સૌથી વધારે આ આમલી અગિયારસના મેળામાં લોકો આવતા હોય છે. આખો દિવસ ઉપવાસ કરીને સાંજે ઉપવાસ છોડતા હોય છે અને માટીના વાસણો ખરીદવાનું સૌથી વધારે કામ કરતા હોય છે. દલપેશ્ર્વર મહાદેવ મંદિરમાં મોટાભાગની બાધા રાખતા હોય છે અને છોડાવતા હોય છે અને દર્શન કરતા હોય છે.

Don`t copy text!