મુડાવડેખ બેન્ક ઓફ બરોડા શાખામાંથી મૃતક પરીવારજનો ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

મલેકપુર,મહીસાગર જીલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મુડાવડેખ શાખા માંથી ભારત સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પરિવારજનો ને બે લાખનો ચેક મૃતકના પરીવારના વારસદારને અર્પણ કરવામાં આવ્યો. કાનેસર ગામમાં તલાર શાન્તાબેન રયજીભાઈ એમના પતિ રયજીભાઈ માનાભાઈ તલારને હાર્ટ અટેકથી મુત્યુ થયું હતું. જયારે અમોને ખાતા બંદ કરવા માટે એમના પુત્ર બેંકમાં આવ્યા હતા. જયારે બેંકના કમર્ચારીઓ તે ખાતાની ચકાસણી કરી ત્યારે એમને વીમાની ખબર પડી તો બેંક કમર્ચારી મદદરૂપ કરીને એમના દસ્તાવેજો મંગાવી તે પરીવારજનો ને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો યોજનાનો લાભ આપીને બે લાખ રૂપિયાનો ચેક આજરોજ મેનેજર પ્રદીપસિંહ શર્માની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો.

વધુમા વધુ લાભ લે ગ્રામજનો વીમાનો તેવું મેનેજર પ્રદીપસિંહ શર્માએ સુચન કર્યું હતું. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માં 18 થી 50 વર્ષ સુધી કોઈ પણ માણસ લાભ લય શકે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો કોઈ પણ સંજોગોમાં મુત્યુ થવાથી વારસદારને 200000 મળેલ છે એમને વાર્ષિક પ્રિમીયમ 436 છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મો 18 થી 70વર્ષ સુધીમાં કોઈ પણ મેનેજર પ્રદીપસિંહ શર્માએ સુચન કર્યું હતું. માણસ લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અકસમાંત મુત્યુ થવાથી વારસદારને 2,00,000/- ને રૂપિયા લાભ મળે છે, એમનો વાર્ષિક પ્રિમીયમ 20 રૂપિયા કપાય છે.