નાલંદા વિદ્યાલયની અનોખી પહેલ: દરેક બાળકોને વિના મૂલ્યે ચકલી ઘર આપી ચકલી પ્રજાતિને સંરક્ષિત રાખવાની કેળવણી આપી

ગોધરા, આજે સમગ્ર વિશ્વ માં પારિવારિક પક્ષી ગણાતી ચકલીઓ નામશેષ થઈ રહી છે. ત્યારે તેને વિશેષ કાળજી રાખી સંરક્ષિત રાખવા માટે દર વર્ષે 20 મી માર્ચે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે નાલંદા વિદ્યાલય છેલ્લા 4 વર્ષથી નવતર અભિગમ અપનાવી રહી છે. જે અંતર્ગત નાલંદા વિદ્યાલયની જાણકારી દરેક ઘર સુધી પહોંચે અને ચકલીઓને ઘર પણ મળી રહે તે હેતુથી દર વર્ષે બાળકોને ચકલી ઘર આપવામાં આવે છે. જે બાળકોએ તેમના ઘર પરિસરમાં સુરક્ષિત જગ્યાએ લગાવવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. જે પ્રયોગ ખૂબ જ સફળ થઈ રહ્યો છે અને ચાલુ વર્ષ સુધીમાં નાલંદા વિદ્યાલયે લગભગ 6,000 જેટલા ચકલી ઘર બાળકોના સહકારથી લગાવવામાં આવ્યા છે અને તેમાં ચકલીઓ પોતાના માળા બનાવી રહી છે. જે સાચા અર્થમાં વિશ્ર્વ ચકલી દિવસને સાર્થક કરતી પ્રવૃત્તિ છે.