દે.બારીયા, જી.આર.ટી.એસ. વિભાગીય વડોદરા ડીવીજનના તળે આવતાં છોટાઉદેપુર ડેપોમાં હાલમાં 15 દિવસમાં નવિન બસોનો લોટ આવ્યો હોવા છતાં છોટાઉદેપુર થી ગોધરા નાઈટ રૂટની બસ સારી કંડીશનવાળી બસનું લોકસીટ સાર્થક આપવામાં કેમ આવતી નથી ? સદર નાઈટ રૂટ બસમાં સંતરોડ, દે.બારીય તથા ધાનપુર ગામોની ભારતીય ટપાલ વિભાગ એટલે કેન્દ્ર સરકારની સેવા આ રૂટની બસ પુરી પાડે છે. તા.18/03/2024ના સોમવારે જે બસ હેડ મીકેનીક રાઠવા એ આપી હતી. તે બસની બ્રેક બરાબર લાગતી ના હોવાના કારણે ડ્રાયવર અને કંડકટરને ધીમીગતિએ બસને હંકારવામાં માટે ફરજ પડી હતી. જેના કારણે આ બસમાં અપડાઉન કરતા નોકરીયાત વર્ગને પોતાની ફરજો ઉપર લેટ થયા હતા. જ્યારે ફાંગીયા જેવા જંગલ વિસ્તારમાંના સ્ટોપેજ પર કંડકટરનો ટીકીટ ઈશ્યુ કરવાનું મશીન ખોરવાઇ જતા તેમાં પણ પેસેન્જરો સાથે બેસાડવા બાબતે રકઝક થઈ હતી.
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર થી ગોધરા નાઈટ રૂટની બસને સારી કંડીશનવાળી બસને લોકસીટ કેમ આપવામાં આવતી નથી શું ? હેડ મીકેનીક ડ્રાયવર વર્ગને હેરાન કરી રહ્યા છે. તેની તટસ્ટ તપાસ થાય તેવી પેસેન્જર વર્ગની માંગ છે. ડ્રા્યવરને સારી કંડીશન સાથે બસ જો આપવામાં આવે તો બસની ધારીયા સમયે બસ સદર છોટાઉદેપુર થી ગોધરા નાઈટમાંં જવા માટે સાંજે 6.00 કલાકે ઉપડી રાત્રે 8.00 કલાકે ગોધરા પહોંચે છે. જે બસ અપડાઉન કરનારા નોકરીયાત વર્ગ થતાં છુટક ધંધાદારી વર્ગને આ બસનો સમય અનુકુળ પડે છે. જેથી આ બસ ટપાલ બસ તરીકે ઓળખાતી બસને હાલમાંં નવી બસો જે લાંબા રૂટ પર આપી તે લાંબા રૂટની બસ ફાઝલ પડતી સારી કંડીશન જોઈને હેડ મીકેનીક છોટાઉદેપુર ડેપોના રાઠવાને આપવામાં કેમ વાંકું પડે છે. તે એક મોટો યક્ષ પ્રશ્ર્ન છે. જેથી વિભાગીય વડોદરા કચેરીના ડીવીજન મેનેજર છોટાઉદેપુર ડેપોના સ્થળે જઈને ચકાસણી કરે તો હેડ મીકેનીક તુમાર સારી બહાર આવે તો નવાઈ નહિ. આ નાઈટની બસ ગાઢ જંગલો માંથી અવરજવર કરતી હોય પેસેન્ઝરોની સલામતીની સવાલ છે એ પણ નાઈટના રૂટમાંં કોણ જવાબદારી લેશે. ડેપો મેનેજર હેડ મીકેનીક કે પછી વિભાગીય કચેરીના વડા પેસેન્જરોની જવાબદારી કોણ માથે લેશે ?