ગોધરા કસ્બાની જમીન પચાવી પાડવાના ગુનામાં આરોપી સાદીક સુલેમાન યાયમનની જામીન અરજી મુખ્ય સેશન્સ જજ નામંજુર કરી

ગોધરા,મિલ્કત પચાવી પાડવાના આશયથી પુર્વઆયોજીત કાવતરૂ રચી ભળતી વ્યકિત હાજર થઈ ખોટો દસ્તાવેજ કરાવી, ભળતા નામવાળી વ્યકિતની સાચી હકીકત રાજય સેવકથી છુપાવી પોતાનું સુનિયોજીત કાવતરૂ પાર પાડી ગુન્હો કર્યાના કેસમા ગોધરા મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

આરોપી સાદીક સુલેમાન યાયમન, રહે. મુસ્લીમ સોસાયટી-બી, દારૂ સલામ મસ્જીદ પાસે, ગોધરા, જી.પંચમહાલ એ અન્ય સહઆરોપીઓ સાથે મળીને ગોધરા કસબામાં આવેલ રે.સ.નં. 514 તથા 515 વાળી મીલકતના મુળ માલીક ન હોવા છતાં સદરહું મિલકત પચાવી પાડવાના આશયથી પુર્વ આયોજીત કાવતરૂ રચી ખોટી ભળતી વ્યકિતને ઉભો કરી સબ રજીસ્ટ્રાર સમક્ષ હાજર કરાવી,ખોટી રીતે વેચાણ દસ્તાવેજ કરાવેલ હોય, તેમજ ભળતા નામવાળી વ્યકિતની સાચી હકીકત રાજય સેવકથી છુપાવી પોતાનું સુનિયોજીત કાવતરૂ પાર પાડી ગુન્હો કરેલ હોય, જે ગુનામાં આરોપી તરફે સેશન્સ જજ પી. વી. શ્રીવાસ્તવ ની કોર્ટમા જામીન ઉપર મુક્ત થવા માટે જામીન અરજી દાખલ કરી હતી, તે અરજી મુખ્ય સેશન્સ કોર્ટ સમક્ષ આવતા, સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ રાકેશ આર. ઠાકોરની ધારદાર દલીલો તેમજ તપાસ કરનાર અમલદાર એ કરેલા સોગંદનામા તેમજ પોલીસ તપાસના કાગળો જોતા આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ જણાઈ આવતા તેઓને જામીન મુકત કરતી અરજી નામંજુર કરતો હુકમ કરવામા આવ્યો છે. વધુમા હાલની જામીન અરજીનો આરોપી ગુનો બન્યા બાદ લાંબા સમયે પકડાયેલ છે અને લાંબા સમય સુધી નાસતો ભાગતો ફરતો હતો અને તપાસ કરનાર અધિકારી ધ્વારા કોર્ટમાંથી આરોપી વિરૂધ્ધ વોરંટ પણ આરોપીને પકડવા માટે લેવામાં આવેલુ હતું અને ત્યાર બાદ આરોપીને ફરારી જાહેર કરવા માટેની કાર્યવાહી નામદાર કોર્ટમા કરવામા આવેલી અને તે બાદ આરોપી પકડાયેલ છે. આ હકીકત રેકર્ડ ઉપર આવતા પંચમહાલ જીલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવે આ બાબતને ગંભીર ગણી અને નાસતા ભાગતા વ્યકિતને કોઈ લાભ આપી શકાય નહીં તેમ ગણી અને જીલ્લા સરકારી વકીલ રાકેશ આર. ઠાકોરની આ રજુઆતને ધ્યાને રાખીને આરોપીની નિયમીત જામીન અરજી નામંજુર કરવામા આવી છે. જેથી ખોટા વ્યક્તિઓને ઉભા કરી દસ્તાવેજો બનાવીને મિલ્કતો પચાવી પાડવાના કૃત્યો આચરનારા ઈસમોમા ભયનો મહોલ છવાઈ ગયેલ છે.