શહેરા તાલુકાના પ્રોહિબીશન ગુનાના એકની આગોતરા જામીન અરજી અને 3ની રેગ્યુલર જામીન અરજી જીલ્લા એડી.સેશન્સ જજ નામંજુર કરી

ગોધરા,શહેરાના બુહ ચર્ચિત 48 લાખ રૂપિયાના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી મહેન્દ્ર ડાભીની આગોતરા જામીન અરજી અને અન્ય ત્રણ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામૂંજર પંચમહાલ જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવી.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બુટલેગર રવિ માનસિંહ રાજપૂત તથા અન્ય બીજા આરોપીઓ એ એકબીજાની મદદગારીથી રૂપિયા 48 લાખનો દારૂનો જથ્થો ગમન બારીયાના જંગલમાં ઉતારનાર છ.ે તેવી મળેલ બાતમીના આધારે શહેરા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.ડામોર અને તેમના સ્ટાફના માણસો દ્વારા નાકાબંધી કરવામાં આવતા મળેલ બાતમી મુજબની ગાડી આવતા ગાડીનો ડ્રાઇવર પોલીસ નાકાબંધી જોઈને અંધારાનો લાભ લઈ ઝાડી ઝાખરામાં નાસી ગયેલ અને પકડાયેલ ગાડીની અંદર જોતા દારૂનો ખૂબ મોટો જથ્થો રૂપિયા 48 લાખની આસપાસનો પોલીસે પકડી પાડેલ. જે બાદ પોલીસે એક પછી એક આરોપીઓને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરતા કેટલાક આરોપીઓ પકડાઈ ગયેલા અને તેમની સામે શહેરા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ અને ચાર્જશીટમાં બીજા 8 થી 10 આરોપીઓ વણ પકડાયેલા આરોપી તરીકે દર્શાવવામાં આવેલા. જેમાંથી શહેરાના મહેન્દ્રભાઈ ડાભી તેમજ બીજા ત્રણ આરોપીઓ એ એક પછી એક એમ કુલ 4 જામીન અરજી જેમાં મહેન્દ્ર ડાભીએ આગોતરા જામીન અરજી તેમજ આરોપી કલ્યાણ જાડો ખાંટ એ રેગ્યુલર જામીન, નારાયણ ચાવડા એ રેગ્યુલર જામીન અરજી અને દલપત પટેલિયા એ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે તમામ શહેરા પોલીસ સ્ટેશનના એક જ ગુનાના આરોપીઓ એ પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન જજ પી. એ. માલવીયાની કોર્ટમાં દાખલ કરેલ. જે જામીન અરજીના મામલે તપાસ કરનાર અમલદાર પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. રાજપુત એ તૈયાર કરેલ એફિડેવીટના આધારે તેમજ સરકાર પક્ષે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર હર્ષેશકુમાર દેસાઈએ કરેલ દલીલોને ધ્યાનમાં રાખી. તથા તપાસના કામે બીજા આરોપીઓ એ મહેન્દ્ર ડાભીનું નામ સદર ગુનાના કામે ખોલતા મહેન્દ્ર ડાભીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી દાખલ કરેલ. જે આગોતરા જામીન અરજી અને 3 રેગ્યુલર જામીન અરજીઓની સુનાવણી થતા અને દલીલો થતા તમામ વકીલો અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હર્ષેશકુમાર દેસાઈની ધારદાર દલીલો અને રજૂ થયેલા પોલીસ પેપર્સ ને ધ્યાને લઈ પંચમહાલ જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી.એ. માલવીયા એ મહેન્દ્ર ડાભીની આગોતરા જામીન અરજી તેમજ અન્ય ત્રણ આરોપીઓની રેગ્યુલર જામીન અરજી એમ કુલ મળી એક જ ગુનાના 4 આરોપીઓની 4 જામીન અરજી એક જ દિવસે નામંજૂર કરતા પંચમહાલ જિલ્લામાં સન્નાટો વ્યાપી જવા પામેલ છે. તેમજ આવી ગેરકાયદેસરની પ્રોહીબિશનની ધંધાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.