નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ અને આમળી અગિયારસની સૃઅનોખી ઉજવણી કરવામાં આવી

  • “આવો ચકલી ઘર લગાવીએ, ચકલીને લુપ્ત થતી બચાવીએ.”

મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજ રોજ વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ 15 જેટલા ચકલી ઘર બનાવ્યા. શાળાના મદદનીશ શિક્ષક શ્રી રમેશકુમાર બી ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ “ચકલીની વિવિધ પ્રજાતિ” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ આઠના દસ બાળકોએ ભાગ લીધેલ. શાળાના શિક્ષકો પૈકી આચાર્યશ્રી લખમણભાઇ ખરાડી, મદદનીશ શિક્ષક શ્રી મંગળસિંહ સંગાડા, બાબુભાઈ આમલીયાર દ્વારા “ચકલીની અવનવી બાબતો” થી શાળાના બાળકોને માહિતગાર કર્યા. બાળકોએ બનાવેલ ચકલીઘરને બાળ સંસદ અને બાલવૃંદનાં મંત્રીઓ અને વર્ગશિક્ષક સાથે મળીને શાળાના કેમ્પસમાં વિવિધ જગ્યાએ મૂકવામાં આવ્યા. સાથે સાથે આજે આમળી અગિયારસનો પવિત્ર દિવસ હોઈ શાળાના તમામ બાળકો માટે તાજા અને મીઠા ખજૂરની વ્યવસ્થા શાળાના આચાર્યશ્રી લખમણભાઈ ખરાડી અને મંગળસિંહ સંગાડા દ્વારા કરવામાં આવેલ.