મેષ: આજે તમે શાંત દિવસ પસાર કરશો. આજે કાર્યક્ષેત્રમાં ધંધો કંઈ ખાસ રહેશે નહીં, છતાં આત્મસંતોષની લાગણીને કારણે મન પરેશાન નહીં થાય. આ દિવસે તમારે તમારા વડીલોના આદેશોનું પાલન કરવું પડશે.
વૃષભ: આજે તમારા માટે પ્રગતિનો દિવસ છે. કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે એટલે સફળ થશો, તેના પરિણામ ચોક્કસપણે નાણાકીય લાભોના રૂપમાં મળશે.
મિથુન: નોકરી કરતા લોકોને વધારે કામ મળતા થોડી અગવડતા રહી શકે છે, પરંતુ બપોર સુધીમાં મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. આથક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક રહેશે, છતાં પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો.
કર્ક: આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ધંધામાં કોઈ ડીલ રદ થવાની અથવા અન્ય કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો થાય તેવી સંભાવના છે. પૈસા સંબંધિત કામમાં સાવચેત રહો, નહીં તો નુક્સાન થઈ શકે છે.
સિંહ: આ દિવસે તમારો નિત્યક્રમ થોડો અશાંત રહી શકે છે. તમારે કોઈ ખર્ચાળ કામ કરવા પડશે, જે પારિવારિક સુખ અને શાંતિ માટે જરૂરી રહેશે, પરંતુ બજેટ બગડવાનો ભય છે.
કન્યા: આજે તમે જાહેર કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશો. તમારા પરિવારની પ્રતિષ્ઠા વધારવા બદલ તમારા પરિવારના સભ્યોને તમારા પર ગર્વ થશે.
તુલા: આજે તમારી અંદર વધુ ચંચળતા રહેશે. જો મન કોઈ એક નિર્ણયને વળગી નહીં રહે તો લાભની તકો ખોવાઈ શકે છે. આજે તમે ઝડપથી કોઈ પર વિશ્ર્વાસ નહીં કરો. શંકા રાખતા ઘરના સભ્યો સાથે બગાડી શકો છો.
વૃશ્ર્ચિક: આજે સિદ્ધિનો દિવસ રહેશે. દિવસની શરૂઆતથી કોઈપણ કાર્ય પૂર્ણ કરવા ઉતાવળ રહેશે. વેપારી વર્ગને આજે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે.
ધન: આજનો દિવસ તમારા માટે વિપરિત પરિસ્થિતિવાળો હોઈ શકે છે. તમે જે પણ કાર્ય કરો છો તેની સફળતા શંકાસ્પદ રહેશે, પરંતુ તમને લાભ થતો રહેશે.
મકર: આ દિવસે તમારી પોતાની ભૂલથી નુક્સાન પહોંચાડી શકો છો. તમારા નિર્ણયને વળગી નહીં રહો તો જાહેર ક્ષેત્રમાં અથવા પરિવારમાં ટીકાઓનો સામનો કરવો પડી શકે છે.
કુંભ: તમારા માટે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. તમે કાર્યો પ્રત્યે બહુ ગંભીર નહીં રહો, તેમ છતાં તમે જે કાર્ય કરો છો તેમાં નિશ્ર્ચિત સફળતા મળશે. કોઈને પણ આપેલા વચન સમયસર પૂરા કરવામાં અસમર્થ રહેશો.
મીન: તમારે અનેક કાર્યોનો સામનો કરવો પડશે. ખર્ચ આવક કરતા વધારે હોઈ શકે છે, પરંતુ ફક્ત જરૂરી કામોમાં ખર્ચ કરશો. નજીકના સમયમાં તમને નાણાંનો લાભ થશે. લવ લાઈફ માટે સમય અનુકૂળ છે