ચેન્નાઇ, દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ શરૂ થવામાં હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ૨૨ માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. પહેલી મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટ મુજબ આઇપીએલ ૨૦૨૪ ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરનાર સ્ટાર્સનું લિસ્ટ સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ બોલિવુડની જાણીતી હસ્તીઓ આઇપીએલ ૨૦૨૪ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી શકે છે. અક્ષર કુમાર-ટાઈગર શ્રોફ ખાસ પરફોર્મન્સ કરી શકે છે. આ સિવાય ૨૨મી માર્ચે એમએ ચિદ્રમ સ્ટેડિયમમાં સોનુ નિગમ અને એઆર રહેમાનના અવાજનો જાદુ છવાઈ જશે. પરંતુ આ લિસ્ટને હજુ સુધી BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આઇપીએલ ૨૦૨૩ની ઓપનિંગ સેરેમની ખૂબ જ યાદગાર રહી હતી. જ્યાં અરિજિત સિંહે પોતાની ગાયકીથી સૌના દિલ જીતી લીધા હતા.
તમને જણાવી દઈએ કે વુમન્સ પ્રીમિયર લીગ ૨૦૨૪માં બીસીસીઆઇએ પણ ભવ્ય રીતે ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. જ્યાં બોલિવુડ કિંગ શાહરૂખ ખાને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના પરફોર્મન્સ દરમિયાન પોતાના સિગ્નેચર પોઝ સાથે ઘણું બધું કર્યું હતું. ઓપનિંગ સેરેમનીની શરૂઆત કાતક આર્યનના શાનદાર પ્રદર્શનથી થઈ હતી. તેમના પછી બોલિવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરે પરફોર્મ કર્યું હતું.
આઇપીએલ ૨૦૨૪ની પહેલી મેચ ૨૨ માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમોની સામ સામે ટક્કર થશે. ફેન્સ આ મેચ જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. કારણ કે એક તરફ એમએસ ધોની હશે અને બીજી તરફ વિરાટ કોહલી હશે. હવે જોવાનું એ રહે છે કે કઈ ટીમ સીએસકે વિ.આરસીબી મેચ જીતે છે અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. આ મેચ રાત્રે ૮ વાગ્યે શરૂ થશે, કારણ કે તે પહેલા ઓપનિંગ સેરેમની પણ યોજાશે.