રંગના યુદ્ધની તૈયારીઓ, આટલા પ્રકારની પિચકારી બજારમાં ઉપલબ્ધ

અમદાવાદ,હોળી-ધુળેટીના તહેરવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ધુળેટીના પર્વને મનભરીને માણવા લોકો થનગની રહ્યા છે. ધુળેટીના દિવસે એકબીજાને રંગ ઉડાળી રંગોત્સવ મનાવશે. બાળકો પિચકારીમાં રંગ ભરી અને એક-બીજાને રંગ ઉડાળશે. આ ધુળેટીનો તહેવાર દરેક લોકોમાં ઉત્સાહનો રંગ ભરી દે છે.અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધુળેટીના પર્વ પૂર્વે બજારમા પિચકારી અને હર્બલ કલરનું વેચાણ શરૂ થયુ છે. શહેરમા દુકાનો અને લારીમાં વેચાણ થઇ રહ્યુ છે. અને લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે.

પીચકારી અને કલરના વેપારી કમલેશભાઇ કાચાએ જણાવ્યું હતું કે, વર્ષોથી સીઝનલ વેપાર કરે છે. હોળી ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે હાલ પિચકારી અને રંગોનુ વેચાણ શરૂ થઇ ગયું છે. હાલ નાના બળકો પીચકારીની ખરીદી કરે છે. હાલ બજારમાં ૩૦ રૂપિયાથી લઇને ૧૦૦૦ રૂપિયા સુધીની પિચકારી ઉપલબ્ધ છે. જેમા સાદી પિચકારી, એરગન, ટેક્ધરવાળી સહિતની પીચકારીનુ વેચાણ થઇ રહ્યું છે.

ખાસ કરીને બાળકોને એરગન અને ટેક્ધવાળી પિચકારી વધારે પસંદ છે. લોકો હર્બલ કલર વધુ પસંદ કરે છે. જેનાથી સ્કીનને નુક્સાન થતુ નથી. રંગોનુ વેચાણ હોળી -ધુળેટીના તહેવારના બે દિવસ પૂર્વે વધારે થાય છે. હાલ બાળકો પિચકારીની સૌથી વધારે ખરીદી કરી રહ્યાં છે. બજારમાં ઇલેકટ્રીક બબલ નીકળે તેવી પીચકારી મળી રહી છે. આ ઉપરાંત મેજીક સ્પ્રે, કલર ટેક્ધ વગેરે મળે છે.

હોળી, ધુળેટીના તહેવારને લઇ પોરબંદરમાં પિચકારી અને કલરનું વેચાણ થઇ રહ્યું છે.વેપારીઓ પિચકારીની ખરીદી દિલ્હીથી કરે છે. લોકો હર્બર કલરની ખરીદી કરે છે. એક સમયમા કેસુડાના ફૂલનો કલર બનાવતા અને એકબીજાને લગાવતા હતાં.