શહેરા તાલુકાના બોરીયાવી ગામે સડક યોજનામાં સંપાદન કરેલ જમીન વળતરના રૂ.48.24 લાખ રૂપિયા ત્રણ ઈસમોએ નહિ આપી વિશ્વાસઘાત કરતા ફરિયાદ

શહેરા, શહેરા તાલુકાના બોરીયાવ ગામે આરોપી ઈસમો દ્વારા ફરિયાદને અન્ય લોકોની સરકારની સડક યોજનામાં જમીન સંપાદન કરાઈ હતી. સડક યોજનામાં સંપાદન કરાયેલ જમીન વળતરના હકકની મંજુર થયેલ રૂપિયા 48,24,877/-જે લોકોની જમીન સંપાદન કરાયેલ હતી તેવા લાભાર્થીઓને વિશ્વાસઘાત કરી ગુનાહિત કૃત્ય કરતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

વિસ્તૃત વિગતો પ્રમાણે શહેરા તાલુકાના બોરીયાવી ગામે 2023માં ફરિયાદી જયંતિભાઈ પારસીંગભાઈ ડાભી અને અન્ય લોકોની સરકારશ્રીની સડક યોજનામાં જમીન સંપાદન કરવામાં આવી હતી. આરોપીઓ બાબુભાઈ વાલાભાઈ પરમાર(રહે.બોરીયાવી, શહેરા)વકીલ દિનેશ પઢીયાર, અને વકીલની ઓફિસમાં કામ કરતા મનોજભાઈ એ ગુનાહિત કાવતરૂ રચીને સરકાર દ્વારા સડક યોજનામાં સં5ાદિત કરાયેલ જમીન વળતરના રૂપિયા 48,24,877/-લાખ રૂપિયા નહિ આપીને ત્રણ ઈસમો દ્વારા વિશ્વાસઘાત કરી ગુનાહિત કૃત્ય કરતા આ બાબતે શહેરા પોલીસ મથકે બાબુભાઈ વાલાભાઈ પરમાર, વકીલ દિનેશભાઈ પઢીયાર અને મનોજભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.