દાહોદ જિલ્લામાં ડી.જે.મામલે આદિવાસી સમાજ અને ડી.જે.સંચાલકો વચ્ચે ગજગ્રાહ

દાહોદ,દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં લગ્નમાં થતાં ખોટા ખોટા ખર્ચાઓ તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ સામે દુષણ સાબિત થઈ રહેલા દહેજ, દારૂ અને ડી.જે.પર પ્રતિબંધ ફરમાવવા સુચિત ભીલ પંચ તેમજ બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા પંચમહાલ તેમજ મહિસાગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઝુંબેશ ચાલી રહી છે.

જે અંતર્ગત દાહોદ તાલુકાના વિવિધ ગામોમાં ડી.જે.બંધ કરાવતા દાહોદ જિલ્લામાં અંદાજે 2100 જેટલા ડી.જે.ના ધંધા રોજગાર ઉપર પડી છે. જેના પગલે બિરસા મુંડા ભવન ખાતે ભીલ સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભામાં પોતાની રજુઆતો લઈને આવેલા ડી.જે.સંચાલકો દ્વારા આ ઝુંબેશ સામે વિરોધ વ્યકત કરાયો હતો. ડી.જે.સંચાલકોના જણાવ્યાનુસાર રાજય સરકારની ગાઈડાલઈન મુજબ ડી.જે.વગાડતા સંચાલકો દાહોદ જિલ્લાના કોઈપણ ગામમાં ડી.જે.વગાડતા હોય તયારે સ્થાનિક ભીલ પંચ દ્વારા તેમના ડી.જે.બંધ કરાવતા તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. જયારે ભીલ પંચ દ્વારા જણાવ્યા અનુસાર સરકારની ગાઈડલાઈન મુજબ રાત્રિના 10 વાગ્યા પછી ડી.જે.વગાડવુ ગેરકાનુની છે. તે સિવાય જે તે ગામમાં કોઈપણ વ્યકિતને વાંધો વિરોધ હોય તો ત્યાં ડી.જે.ના વગાડી શકાય. કાયદાની વિરુદ્ધમાં જઈ ડી.જે.સંચાલકો વિરોધ કરે છે જે માટે તેમના સામે કાર્યવાહી થાય છે.