અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી ખર્ચના વિવિધ ભાવ અંગે બેઠક યોજાઈ

નડિયાદ,ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 16-3-2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બાબતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ખેડા જીલ્લા સેવાસદન ખાતે અધિક નિવાસી કલેક્ટર બી. કે. જોશીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આદર્શ આચારસંહિતાના અમલ માટે, ઉમેદવાર/પક્ષના ચૂંટણી ખર્ચના વિવિધ ભાવ અંગે તથા વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.