મહીસાગર જીલ્લામાં ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે જાહેરનામું બહાર પડાયું

મહીસાગર,મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ મુજબ ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક ઉપર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલા રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે, બીજી કોઈ વ્યકિત અથવા બિન નોધાયેલા રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા 7 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે, ઈલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે.

આવી જાહેરાત, જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી નિયત નમૂનામાં ઉકત કમિટીને સંપૂર્ણ વિગતો દર્શાવીને કરવાની રહેશે, ટેલીકાસ્ટ માટે જાહેરાત જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસનું પ્રસારણ થઈ શકશે નહી.

જીલ્લા કક્ષાએ તમામ પ્રકારની જાહેરાતો/ જિંગલ્સ/ઈન્સર્શન્સ/બાઈટસ વગેરેના સર્ટીફીકેશન માટે મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટિની રચના કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે. જે અંગેની કામગીરી સહાયક માહિતી નિયામક, માહિતી ખાતું, મહીસાગર સભ્ય સચિવ તરીકે સંભાળે છે.