જીલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચુંટણી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

  • 85 થી વધુ ઉમરના નાગરિકો મતદાન મથકે આવી મતદાન કરશે તો તેઓનું સન્માન કરવામા આવશે.

દાહોદ,ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સહિતની સમીક્ષા બેઠક દરમ્યાન જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, લોકસભા મતવિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. આદર્શ આચાર સંહિતા સંબધે તેમણે કહ્યું કે, વધુમા વધુ નાગરીકો મત આપવા પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન પુરૂ પાડવુ. સરકારી મિલ્કતો ઉપર લાગેલા રાજકીય પ્રચારાત્મક પ્રતીકો, સૂત્રો દૂર કરવામાં આવશે. આદર્શ આચાર સંહિતાના અમલ માટે શહેર અને જીલ્લા માટે નિયુક્ત કરવામાં આવેલ નોડેલ અધિકારીએ તેની ખાસ તકેદારી રાખવી. દિવ્યાંગ. તેમજ 85 થી ઉપરની ઉમરના નાગરીકો જેમ બને એમ મતદાન મથકે આવી મતદાન કરે એના માટે આગ્રહ રાખવો તેમજ તેઓને ત્યા આવીને મત આપવા બદલ સ્ન્માન પત્ર આપીને સન્માન કરવુ જેથી કરીને અન્ય લોકો પણ તેને જોઇને પ્રોત્સાહિત થાય. જો તેઓ મતદાન મથકે આવી શકે તેમ ન હોય તો તેઓ માટે બુથ પર આવવા જવા માટેની વ્ય્વસ્થા કરવામાં આવશે.

પોલિંગ સ્ટાફને ચુંટણી માટેની તાલીમ, વિડિયો ગ્રાફર અને ફોટોગ્રાફરની કામગીરી માટેની તાલીમ, ફોર્મ નંબર-12, કોટન કવર, એ.સી.-પી.સી. ના નંબર ની વિગતે જાણકારી આપી હતી. પોલિંગ સ્ટેશનની મુલાકાત લઈને ત્યાની લાઇટ, ફર્નિચર તેમજ અન્ય પ્રાથમિક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી લેવી તેમ તેમણે વધુમા ઉમેર્યુ હતુ. દુરના પોલિંગ સ્ટાફને પ્રાથમિક જરૂરિયાતો કે સુવિધાની વ્યવ્સ્થા સુનિશ્ચિત કરવી. મહિલા પોલિંગ સ્ટાફને જેમ બને એમ તેઓની નજીકના પોલિંગ બુથ પર નિમણુંક કરવી એમ તેમણે ભારપુર્વક કહ્યું હતું. સી.વિજીલ તેમજ એમસીએમસીના વિકલી રિપોર્ટ કલેક્ટ કરવા સહિત ફ્લાઇંગ સ્ક્વોડ, માઇક્રો ઓબ્ઝર્વર વગેરે જેવી ચુંટણીલક્ષી મહત્વની બાબતોની આગોતરી તૈયારી કરવાની સાથે ચુંટણી અંગેની કામગીરીમા કોઇપણ પ્રકારની કચાશ રહી ન જાય તે માટેની જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ચુંટણી પ્રકીયાની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમા જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહિવટી અધિકારી સ્મિત લોઢા, સંખ્યાધિક અધિક કલેકટર જે.બી.ઉપાધ્યાય, અમોલ આવટે, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલબેન, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ સમ્બંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.