પંચમહાલ,દાહોદ,અને છોટાઉદેપુરના ઉમેદવારોને ફોન કરી પ્રચારમાં લાગી જવા સૂચના.
લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યારસુધીમાં 22 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવાર જાહેર કર્યા છે તેમજ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે. ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દાહોદમાં પ્રભાબેન તાવિયાડ, ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજીનું નામ નક્કી છે.
આ 7 બેઠક પર આ નામ પર મહોર લાગી શકે છે
- પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ
- દાહોદ- પ્રભાબેન તાવિયાડ
- છોટાઉદેપુર- સુખરામ રાઠવા
- સાબરકાંઠા- તુષાર ચૌધરી
- આણંદ- અમિત ચાવડા
- ખેડા- કાળુસિંહ ડાભી
- પાટણ- ચંદનજી ઠાકોર
આ પણ વાંચો : પંચમહાલ લોકસભા કોંગ્રેસના સંભવિત ઉમેદવાર લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ
ગોધરા,પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ માંથી લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવી શકાય છે. કોંગ્રેસ હાઈકમાન દ્વારા ફોન ઉપર ચુંટણીને લગતી તૈયારી કરવા જણાવવામાં આવ્યું છે.
પંચમહાલ લોકસભા બેઠક ઉપરથી ભાજપ દ્વારા રાજપાલસિંહ જાદવને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પંચમહાલ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત નહિ કરવામાં આવતાં અનેક અસંમજસની સ્થિતી જોવા મળી રહી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય એવા ગુલાબસિંહ ચૌહાણને કોંંગ્રેસ હાઈકમાન દ્વારા ટેલીફોન ઉપર લોકસભા ચુંટણી ઉમેદવાર તરીકે તૈયારીમાં લાગી જવા જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મહિસાગર લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્યને ઉમેદવાર ઔપચારીક જાહેરાત થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.