- વાહન માલિકોએ વાહનોનું રજીસ્ટ્રેશન તા. 26 માર્ચથી તા. 28 માર્ચ સુધીમાં ઓનલાઇન કરવાનું રહેશે.
દાહોદ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ગરબાડા ચોકડી દાહોદ ખાતે વાહન માલિકોએ તેમના વાહનોનું www.parivahan.gov.in/ પર પસંદગીનો નંબર મેળવવા રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે https://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્ર્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઈ.ટી/પસંદગીનનંબર/ઓનલાઈનઓક્શનની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.
ઈ ઓક્શન શરૂ કરવાની તા. 28 માર્ચ તેમજ ઈ ઓક્શન પૂર્ણ થવાની તા. 30 માર્ચ 2024 રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.inવેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.
અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરૂં થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે.
નોંધ : અરજદારએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.