દાહોદ,દાહોદ તાલુકાના કતવારા પોલીસે ગતરાતે ખંગેલા ગામે ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી વોચ દરમ્યાન રૂપિયા 92 હજાર ઉપરાંતની કિંમતના બીયરની પેટી નંગ-32 પકડી પાડી રૂા. બે લાખની કિંમતની સ્કોર્પીયો ગાડી મળી રૂપિયા 2,92,160નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશ બાજુથી બીયરનો જથ્થો ભરી જીજે-20 એ-9007 નંબરની મહિન્દ્રા કંપનીની સ્કોર્પીયો ગાડી દાહોદ તરફ આવતી હોવાની પોતાને મળેલ બાતમીના આધારે કતવારા પોલીસે ગતરાતે ખંગેલા ગામે ખંગેલા ચેક પોસ્ટ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન રાતના સાડા દશેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળી સ્કોર્પીયો ગાડી દુરથી આવતી નજરે પડતાં પોલીસ સાબદી બની હતી. તે વખતે સ્કોર્પીયો ગાડીના ચાલકે પોલીસની વોચ જોઈ લેતા ચાલક તેના કબજાની સ્કોર્પીયો ગાડી રોડ પર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ જતાં પોલીસે રોડ પરથી સ્કોર્પીયો ગાડી પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાં વચ્ચેની તથા પાછળની શીટમાં મૂકી રાખેલ રૂા. 92,160ની કુલ કિંમતની ભારતીય બનાવટતના માઉન્ટસ બીયરની પેટી નંગ-32માં ભરેલ બીયર ટીન નંગ-768 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. 2 લાખની કિંમતની સ્કોર્પીયો ગાડી મળી રૂા.2,92,160નો મદ્દામાલ કબજે લઈ આ મામલે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.