ઝાલોદ,ઝાલોદ તાલુકાની લીમડી પોલીસ સતત પેટ્રોલીંગ કરી અસામાજીક તત્ત્વો તેમજ બુટલેગરો પર સતત વોચ રાખી રહેલ છે. જે અન્વયે લીમડી પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે સી.પો.સ.ઇ વી.જે.ગોહેલને બાતમી મળેલ હતી કે પંચમહાલ જીલ્લાના મોરવા ( હ ) પોલીસ સ્ટેશનમા ઇ.પી.કો કલમ 379 ચોરીના ગુન્હામા ચોરાયેલ મહિન્દ્રા બોલેરો ગાડી નં. GJ-09-BA-6542 ની સાથે આરોપી પંકજ વજસીંગ ડામોર (કાકણવાડી,પાંચ ખેરીયા રોડ, થાંદલા, મધ્યપ્રદેશ) ને લીમડી તરફ આવી રહેલ છે. જેથી લીમડી પોલીસ દ્વારા સ્ટાફ સાથે રાખી આરોપીને પકડી પાડવા વ્યૂહાત્મક આયોજન કરી પકડી પાડવા વોચ રાખેલ હતી. તેવામાં માહિતી મુજબનું આવતા લીમડી પોલીસ સ્ટેશનની હદ માંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.