શહેરા, શહેરા તાલુકાના બોરીયાવી ગામે આરોપી ઈસમો દ્વારા ફરિયાદને અન્ય લોકોની સરકારીની ડક યોજનામાં જમીન સંપાદન કરાઈ હતી. સડક યોજનામાં સંપાદન કરાયેલ જમીન વળતરના હકકના મંજુર થયેલ રૂા.48,24,877/- જે લોકોની જમીન સંપાદન કરાયેલ હતી. તેવા લાભાર્થીઓને વિશ્વાસધાત કરી ગુન્હાહિત કૃત્ય કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ શહેરા તાલુકાના બોરીયાવી ગામે 2023માં ફરિયાદી જયંતિભાઇ પારસીંગભાઇ ડાભી અને અન્ય લોકોની સરકારશ્રીની સડક યોજનામાં જમીન સંપાદન કરવામાં આવી હતી. આરોપીઓ બાબુભાઇ વાલાભાઇ પરમાર (રહે. બોરીયાવી, શહેરા), વકિલ દિનેશ પઢીયાર અને વકીલની ઓફિસમાં કામ કરતાં મનોજભાઇએ ગુન્હાહિત કાવતરું રચીને સરકાર દ્વારા સડક યોજનામાં સંપાદિત કરાયેલ જમીન વળતરના રૂા.48,24,877/-લાખ રૂપીયા નહિ આપીને ત્રણ ઈસમો દ્વારા વિશ્વાસધાત કરી ગુનાહિત કૃત્ય કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે બાબુભાઇ વાલાભાઇ પરમાર, વકિલ દિનેશભાઇ પઢીયાર અને મનોજભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.