હાલોલના રામેશરા ગામે નર્મદા કેનાલ માંથી સંખેડાના હંસાપુરાના યુવક-યુવતિના મૃતદેહ મળી આવ્યા : પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યા

હાલોલ, હાલોલ તાલુકાના રામેશરા પાસે નર્મદા મુખ્ય કેનાલ માંથી સગીર યુવક-યુવતિના મૃતદેહ મળી આવ્યા. યુવક-યુવતિ સંખેડા તાલુકાના હંસાપુરા ગામના હોવાનું સામે આવ્યું. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પી.એમ.અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

હાલોલ તાલુકાના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ માંથી સગીર યુવક-યુવતિના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક સગીર યુવક-યુવતિ સંખેડા તાલુકાના હંસાપુરા ગામે રહેતા યુવક વાસુદેવ દિનેશભાઇ તડવીને ગામની યુવતિ ધર્મીષ્ઠા સાથે પ્રેમ સંબંધ હતા અને બન્ને 16 માર્ચના રોજ ધરેથી યુવકની મોટર સાયકલ ઉપર નિકળી ગયા હતા. યુવક-યુવતિના પરિવારજનો દ્વારા પોલીસ મથકે જાણ કરાઈ હતી. પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન યુવકની બાઈમ, મોબાઈલ ફોન, ચંપલ વિગેરે બોડેલી નર્મદા કેનાલ પાસે થી મળી આવ્યા જેને લઈ યુવક-યુવતિના પરિવારજનો અને ગામના યુવાનો નર્મદા કેનાલ શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે આજરોજ રામેશરા નર્મદા કેનાલના ગેટ પાસેથી મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને જાણ કરતાં પોલીસે બન્ને મૃતદેહ બહાર કાઢીને પી.એમ.અથેૃ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.