લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારના નામો નક્કી કરાવાની મથામણ પડ્યા છે. ત્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી ત્યારબાદ બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠકો પરના ઉમેદવાર નામ જાહેર કર્યા હતા. ત્યારે કોંગ્રેસે હવે ગમે ત્યારે ત્રીજી યાદી જાહેર શકી શકે છે. તે પહેલા જ પંચમહાલ બેઠક માટે ઉમેદવારને મૌખિક જાણ કરાઈ હોવાની વિગતો સામે આવી છે.
પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર
પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર કરાયું હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ગુલાબસિંહ ચૌહાણને ટિકીટ આપી છે. અત્રે જણાવીએ કે, ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના ધારાસભ્ય છે. ભાજપે આ બેઠક પર રાજપાલ જાધવને રાજકીય મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.
ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામ
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ મળી છે
અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી પરંતુ તેમણે ઈન્કાર કર્યો છે
બારડોલીથી સિધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે.
વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર
પોરબંદરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર
કચ્છથી નીતિશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર
કોની કોની વચ્ચે જામશે જંગ
બનાસકાંઠા
ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે
અમદાવાદ (પ)
ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જામશે
બારડોલી
ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી ચૂંટણી લડશે
પોરબંદર
ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે
કચ્છ
ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલણ ચૂંટણી લડશે