અફઘાનિસ્તાનમાં અકસ્માતમાં ૨૧ લોકોના મોત અને ૩૮ ઇજાગ્રસ્ત

કાબુલ, દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં એક બસ ઓઈલ ટેક્ધર અને મોટરબાઈક સાથે અથડાતા ૨૧ લોકો માર્યા ગયા હતા અને ૩૮ ઘાયલ થયા હતા, એમ પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું હતું દેશમાં ઘાતક ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે, આંશિક રીતે નબળા રસ્તાઓ, હાઇવે પર જોખમી ડ્રાઇવિંગ અને નિયમનના અભાવ તેનું મુખ્ય કારણ છે.

પ્રાંતીય માહિતી વિભાગે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “એક ટેક્ધર અને એક મોટરસાઇકલ અને પેસેન્જર બસ વચ્ચેની અથડામણને કારણે ૨૧ના મોત થયા હતા અને ૩૮ લોકો ઇજા પામ્યા હતા.” આ અકસ્માત હેલમંડ પ્રાંતના ગ્રીષ્ક જિલ્લામાં હેરાત-કંધાર હાઈવે પર થયો હતો. હેલમંડ ગવર્નરના પ્રવક્તા મોહમ્મદ કાસિમ રિયાઝે જણાવ્યું હતું કે, અથડામણને કારણે વાહનો સળગી ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સફાઈ કર્મચારીઓ કાટમાળ હટાવવા માટે સ્થળ પર હતા. ઇજાગ્રસ્તોમાંથી ૧૧ને ગંભીર ઇજાઓ થઇ હતી અને ૨૭ને નાની મોટી ઇજાઓ થઇ હતી. પેસેન્જર બસ હેરાત શહેરથી રાજધાની કાબુલ જઈ રહી હતી ત્યારે તે પ્રથમ બે લોકોને લઈ જતી મોટરબાઈક સાથે અથડાઈ હતી, જેમાં બંને સવારોના મોત થયા હતા, હેલમંડ ટ્રાફિક મેનેજમેન્ટ અધિકારીઓએ માહિતી વિભાગના જણાવ્યા મુજબ જણાવ્યું હતું.

તેના પછી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને દક્ષિણના શહેર કંદહારથી હેરાત તરફ વિરુદ્ધ દિશામાં જઈ રહેલા ઓઈલ ટેક્ધર સાથે અથડાઈ અને આગ ભભૂકી ઉઠી.

આ અકસ્માતમાં ટેક્ધરમાં સવાર ત્રણ લોકો અને બસના ૧૬ મુસાફરોના મોત થયા હતા. ડિસેમ્બર ૨૦૨૨ માં ઓઇલ ટેક્ધરને સંડોવતો બીજો ગંભીર અકસ્માત થયો હતો, જ્યારે વાહન પલટી ગયું હતું અને અફઘાનિસ્તાનના સલંગ પાસમાં આગ લાગી હતી, જેમાં ૩૧ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો બળીને ઇજાગ્રસ્ત થયા હતા.