ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે પાર્ટનર સોફી એલોચ સાથે સમલૈંગિક લગ્ન કર્યા

સિડની, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ આ દેશની પ્રથમ લેસ્બિયન મહિલા સાંસદ છે. રવિવારે, વોંગે જાહેરાત કરી કે તેણે તેની પાર્ટનર સોફી એલોચ સાથે લગ્ન કરી લીધા છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ડ્રેસમાં અને ફૂલોનો ગુલદસ્તો લઈને પોતાની અને તેના પાર્ટનર એલોચેની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, “અમે ખુશ છીએ કે અમારો પરિવાર અને મિત્રો આ ખાસ દિવસ અમારી સાથે શેર કરી શકે છે.” ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૭માં ગે લગ્ન કાયદેસર બન્યા હતા. અહીં, ૧૯૯૭ સુધી તમામ રાજ્યોમાં સમલૈંગિક્તાને અપરાધ જાહેર કરવામાં આવી ન હતી.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ આ દેશની પ્રથમ લેસ્બિયન મહિલા સાંસદ છે.વોંગે જાહેરાત કરી કે તેણે તેની પાર્ટનર સોફી એલોચ સાથે લગ્ન કરી લીધા છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના ડ્રેસમાં અને ફૂલોનો ગુલદસ્તો લઈને પોતાની અને તેના પાર્ટનર એલોચેની એક તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, “અમે ખુશ છીએ કે અમારો પરિવાર અને મિત્રો આ ખાસ દિવસ અમારી સાથે શેર કરી શકે છે.”

ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૭માં સમલૈંગિક લગ્ન કાયદેસર બન્યા હતા. અહીં, ૧૯૯૭ સુધી તમામ રાજ્યોમાં સમલૈંગિક્તાને અપરાધ જાહેર કરવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ મુજબ વોંગ અને એલોચ લાંબા સમયથી એકબીજાની સાથે છે. બંનેએ શનિવારે દક્ષિણ ઓસ્ટ્રેલિયાની રાજધાની એડિલેડની એક વાઈનરીમાં લગ્ન કર્યા હતા. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને વરિષ્ઠ મંત્રીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.

આ દરમિયાન દંપતીની બે પુત્રીઓ એલેક્ઝાન્ડ્રા (૧૧ વર્ષ) અને હેન્ના (૮ વર્ષ) પણ હાજર રહી હતી. વોંગ અને તેની પાર્ટનરે આ દીકરીઓ આઇવીએફ ટેકનિકથી મેળવી હતી. ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવામાં વોંગની ભૂમિકા હતી. રસપ્રદ વાત એ છે કે, પેની વોંગ એક સમયે લેબર પાર્ટીની નીતિ મુજબ સમલૈંગિક લગ્નની વિરુદ્ધ હતા.

૨૦૦૨માં રાજનીતિમાં પ્રવેશ કરનાર પેની વોંગે તાજેતરમાં સૌથી વધુ સમય સુધી મહિલા કેબિનેટ મંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. વોંગના પિતા મલેશિયન હતા જ્યારે તેની માતા ઓસ્ટ્રેલિયાથી આવી હતી. તે ૧૯૭૬માં જ ઓસ્ટ્રેલિયા આવી હતી. તે સમયે વોંગની ઉંમર માત્ર ૮ વર્ષની હતી.