રાજકોટ,રાજકોટમાંથી માનવતાને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. આ ઘટના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બની હતી. નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇવે પર ફેંકી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પાયો છે. આ ઘટના બાદ પોલીસ પણ તરત એક્શનમાં આવી છે.
સમગ્ર ઘટના એમ છે કે, રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી, આ સમયે તેની માતા પણ પોતાના કામ અર્થે બહાર ગયેલી હતી. આ બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી આ નરાધમ બાળકીને મમરા લાવી આપવાના બહાને બાળકીને ઘરથી લઈ જઇ તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટના શનિવારે બપોરે સવા ત્રણ વાગે ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આ નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇવે પર ફેકી દીધી હતી. બાળકી જ્યારે મળી ત્યારે તેની હાલત ખૂબ જ દયનીય હતી. બાળકીના નાકનું હાડકું ભાગી ગયું હતું, અને તેના ગુપ્તાંગમાં પણ ઇજાઓ થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.