મુંબઇ, ભારતીય જનતા પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં સત્તાની વાપસીને લઈને મોટો દાવો કર્યો છે. તેને કહ્યું કે તે ‘બે પક્ષો તોડીને’ અને ‘બે મિત્રોને સાથે લઈને’ પરત ફર્યો છે. ખાસ વાત એ છે કે ૨૦૨૨માં એકનાથ શિંદેના નેતૃત્વમાં અનેક ધારાસભ્યો શિવસેનાથી અલગ થઈ ગયા હતા. આ પછી અજિત પવારે કેટલાક ધારાસભ્યો સાથે શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યા.
ફડણવીસે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ‘હું પાછો આવીશ’નો ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું, ‘સૌથી પહેલા, મારી ટિપ્પણી માત્ર એક નિવેદન નહોતું. હું પરિવર્તન માટે મહારાષ્ટ્ર પરત ફરવા માંગતો હતો. તેણે કહ્યું, ‘પણ મારી એક કવિતાના વાંચન વખતે કરેલી એ ટિપ્પણી ખૂબ જ લોકપ્રિય થઈ.’
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, ‘તે એટલું લોકપ્રિય બન્યું કે તેનું અંગ્રેજી અને બંગાળીમાં ભાષાંતર થયું. જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમને કહ્યું કે, ‘સત્તામાં પાછા ફરતાં મને અઢી વર્ષ લાગ્યાં, પરંતુ જ્યારે હું પાછો આવ્યો ત્યારે બે પક્ષો તોડીને પાછો આવ્યો અને મારી સાથે બે મિત્રોને પણ લાવ્યો.’
શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાથી અલગ થયા પછી ભાજપ સાથે સરકાર બનાવી. ત્યારબાદ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ફડણવીસ તેમના નાયબ બન્યા. બાદમાં, શિંદેને ભારતના ચૂંટણી પંચ એટલે કે ઇસીઆઇ તરફથી શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને નામનો ઉપયોગ કરવાનો અધિકાર પણ મળ્યો. આ પછી વર્ષ ૨૦૨૩માં દિગ્ગજ રાજનેતા શરદ પવારના ભત્રીજા અજીત પણ એનસીપીના કેટલાક ધારાસભ્યો સાથે સરકારમાં જોડાયા હતા. તેમને ડેપ્યુટી સીએમનું પદ પણ આપવામાં આવ્યું હતું.