પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગ્રામ પંચાયતના વહિટદાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે વહીવટદાર મહેશ ચૌધરી દ્વારા ઠરાવો વિના જ બાંધકામની મંજૂરીઓ આપ્યાનો પણ આક્ષેપ થયો છે. તો ગ્રામ પંચાયતના વીસીને પણ ખોટી આકારણી કરવા માટે થઈને ધમકીઓ આપી હોવાના પણ આક્ષેપો થયો છે.
વહીવટદાર દોઢ વર્ષથી હોવાને લઈ સ્થાનિક લોકો પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના અનેક કામો પણ વહીવટદારને લઈ અટકી પડ્યા છે. તલાટીએ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. તલાટી અને વહીવટદાર વચ્ચે પણ વિવાદ હોવાનું સામે આવ્યુ છે.