ઘોઘંબા,
કોંગે્રસની પરિવર્તન સંકલ્પ યાત્રા પંચમહાલના આદિવાસી વિસ્તાર ઘોઘંબા આવી પહોંચી હતી. પરિવર્તન યાત્રામાં કોંગે્રસના રાષ્ટ્રીય નેતા કનૈયા કુમાર હાજર રહ્યા હતા.
ઘોઘંબા ખાતે પહોંચેલ કોંગે્રસની પરિવર્તન યાત્રામાં પહોંચેલ રાષ્ટ્રીય નેતા કનૈયાકુમાર એ લોકોને કહ્યું કે, ભાજત જોડો યાત્રા ગુજરાતમાં નથી આવી રહી તેથી યાત્રમાં છુટ્ટી હોય હું આરામ કરવાની જગ્યાએ ગુજરાત સંકલ્પ યાત્રામાં આવ્યો છું. સંકલ્પ યાત્રામાં 8 વચનોનો સંદેશ છે જે લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ ગત વિધાનસભામાં કોંગે્રસ જીતની નજીક હતી. આ વખતે બાજી મારીશું વડાપ્રધાન મોદી એ ગુજરાત છોડયું ત્યારથી ગુજરાતને ભુલી ગયા છે. ગુજરાત ઉ5ર ધ્યાન આપ્યું નથી. કોરોનામાં યોગ્ય મેનેજમેન્ટનો અભાવ હતો. જેને લઈ સરકારનું સુકાન બદલવું પડયું પરંતુ લોકો જાણે છે કે, નવી બોટલમાં જુનો દારૂ આપવામાં આવ્યો છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે. ગુજરાતની ચુંટણીમાં ત્રિકોણીય જંગમાં કોંગે્રસ મજબુત વિકલ્પ છે. આપ પાર્ટીનો બીજેપીને હટાવવાનો ઈતિહાસ નથી. આપ પાર્ટીના મુખ્યમંત્રી શહેરા ઈશુદાન ગઢવીની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કોંગે્રસમાં ચહેરાની રાજનીતિ નથી મુદ્દાઓ ઉપર ચુંટણી લડીએ છીએ.