નવીદિલ્હી, વિદેશ ભણવા જવા ઈચ્છતા કે વર્ક પરમિટ પર જવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. યુરોપના સૌથી શક્તિશાળી અર્થતંત્ર ધરાવતા દેશ જર્મનીમાં હવે ભારતીયો માટે તકના દરવાજા ખુલી રહ્યા છે. હાલ જર્મનીમાં લેબરની અછત સર્જાઈ રહી છે. ત્યારે જર્મનીની સરકાર એવું આયોજન કરી રહી છે, જેથી અન્ય દેશમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમને ત્યાં આવે. જેને કારણે જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી તક સર્જાઈ રહી છે. હાલ પણ જર્મનીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે.
જર્મન એકેડમિક એક્સચેન્જ સવસના પ્રેસિડેન્ટ જોયબ્રેટો મુખર્જીના કહેવા પ્રમાણે,’જર્મનીમાં હાલ ૪૩ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એટલે કે જર્મની માટે ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધારે મહત્વના છે.’ હાલ જર્મનીને સ્કીલ્ડ વર્કર્સની તંગી પડી રહી છે, જેને કારણે જર્મની ઈચ્છી રહ્યું છે કે વધુ સ્કીલ્ડ વર્કર્સ તેમના દેશમાં આવે.
ગત વર્ષે જર્મીના ચાન્સેલર સ્કોલ્ઝ અને પીએમ મોદી વચ્ચે પણ આ મામલે ચર્ચા થઈ હતી. જે બાદ જર્મનીએ નવા સ્કીલ્ડ ઈમિગ્રેશન એક્ટની જાહેરાત કરી છે. જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને જર્મનીમાં સરળતાથી કામ મળી શક્શે. ઘણીવાર જર્મની જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં ભણવાની જરૂરિયાત હોય છે, એટલે હવે જર્મનીએ અંગ્રેજીમાં પણ કોસસ શરૂ કર્યા છે. સાથે જ યુરોપના શેંગેન વિસ્તારો અને જર્મનીમાં જોબ મેળવવાની પ્રોસેસ પણ સરળ બનાવાઈ રહી છે.
જર્મન સરકારની માહિતી પ્રમાણે ચેલ્લા એક વર્ષમાં જર્મની જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે. ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં મોટા ભાગે સાયન્સ અને ટેક્નોલોજીના વિષયોમાં અબ્યાસ કરતા હોય છે. તો ૬૦ ટકા કરતા વધુ સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગને પ્રાથમિક્તા આપે છે. આ ઉપરાંત લો, સોશિયલ સ્ટડીઝ અને મેનેજમેન્ટમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ નોંધપાત્ર સંખ્યામાં છે.
આંકડા મુજબ તો છેલ્લા ૫ વર્ષમાં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઓલમોસ્ટ બમણી થઈ છે. જેની સામે ઈન્ટરનેશનલ સ્ટુડ્ટ્સની સંખ્યા ૩.૭ જ ટકા વધી છે. હવે જર્મનીને જ્યારે લેબરની જરૂરિયાત છે, ત્યારે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાના નિયમો હજી પણ હળવા થઈ શકે છે.