ગોધરા,જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જીલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકાની શ્રી જે. આર.દેસાઈ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ, મોરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે લોકસભા સામાન્ય ચૂંટણી માટે તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સાથે સંકુલના તમામ બાળકોને આજના ડિજીટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આગામી યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં તેઓ અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી. તમામ બાળકોએ હું મતદાન કરીશ અને મારા પરિવારને મતદાન કરાવીશ તે અંગે સિગ્નેચર કેમ્પેઈનમાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો.