દાહોદ જીલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મુદ્રણાલયોના માલિકો-સંચાલકો તથા ઝેરોક્ષકર્તાઓ ચૂંટણી અંગેના સાહિત્યના મુદ્ર્ણ બાબતે બેઠક યોજાઇ

દાહોદ, ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 જાહેર કરવામાં આવી છે. જે અન્વયે ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સેવા સદન ખાતે દાહોદ જીલ્લાના ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોની સાથે બેઠક યોજવામા આવી હતી.

જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકોને ચૂંટણીપંચની જોગવાઈઓ અનુસરવા સ્પશ્ટપણે સુચના આપવામા આવી હતી. જેમા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓએ ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનનુ નામ, પૂરૂં સરનામુ તથા છાપવામાં આવેલા સાહિત્યની સંખ્યા સ્પષ્ટપણે અવશ્ય છાપવાની રહે છે. પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઈ મુજબનું એકરારનામું મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનુ રહેશે. આ એકરારનામાની (તેમના પ્રતિનિધિએ મુદ્રણ કરેલ છાપેલ દસ્તાવેજની)) ચાર નકલો સાથે સહી કરીને દિન-2માં જીલ્લા ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે. અનઅધિકૃત ચુંટણી ખર્ચ કરવા પર પ્રતિબંધ કરવામા આવ્યો છે. તેમ જણાવ્યું હતું.

નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલબેનએ ચૂંટણીપંચના હુકમની જોગવાઈઓ અને ચૂંટણીપંચની સૂચનાઓના કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે તેમજ આવા કેસોમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મુદ્રણાલયનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી તેમ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, એ.એસ.પી બીશાખા જૈન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.