દાહોદ,દાહોદની વિશ્વસ્તરીય સેવા સંસ્થાન રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં પ્રમુખ હીરાલાલ સોલંકી, કોષાધ્યક્ષ રતનસિંહ બામણિયા દ્વારા ગોદીરોડ ખાતે આવેલ સત્યનામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સાંધા નો દુખાવો,થાઈરોઈડ,બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, પથરી, મસા, ભગંદર, ખરતા – વાળ, લીવર રોગ, સ્ત્રી પુરૂષના રોગ, માંથાથી લઈને પગ સુધીના તમામ રોગોના સચોટ અને ત્વરિત ઈલાજ માટે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો. આ ચિકિત્સા કેમ્પનું સુશીલાબેન પરમારે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કર્યું હતું. 35 થી વધુ લોકો એ કેમ્પનો લાભ લીધો હતી. કેમ્પમાં જીતેન્દ્ર વર્મા, નરેશ ચાવડા, નારણ ખુમાણ, સામાજીક કાર્યકરો બહાદુરસિંહ વર્મા, સુરમલ ભુરીયા, જીજ્ઞેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.