કાલોલ રામનાથમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ અંગે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

કાલોલ,કાલોલ તાલુકાના રામનાથ ગામે આવેલા રાવળ ફળિયામાં ગઈકાલે ઘરમાં એલપીજી રાધણ ગેસ ઉપર રસોઈ બનાવતી વખતે આકસ્મિક ગેસ લીકેજ થતા આગ લાગતા એક જ પરિવારના પાંચ લોકો સહિત 22 લોકો દાઝી જતા અફડા તફડી મચી જવા પામી હતી. જે સમગ્ર બનાવને લઈને કાલોલ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં રહેતા રમણભાઈ મોહનભાઈ રાવળે પોતાની જાણવાજોગ ફરિયાદમાં જણાવેલ કે ગઈકાલે જયંતીભાઈ પૂજાભાઈ રાવળ તેઓના ઘરમાં એલપીજી રાધણ ગેસ ઉપર જમવાનું બનાવતી વખતે આકસ્મિક ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. જેથી જયંતીભાઈ સહિત મંજુલાબેન જયંતીભાઈ રાવળ જ્યોત્સનાબેન જયંતીભાઈ રાવળ,જ્યોત્સનાબેન અતુલભાઇ રાવળ અને વિરાજકુમાર અતુલભાઇ રાવળ ગેસ લીકેજ થયેલા બાટલની આગની ઝપેટ આવી જતા બુમાબૂમ કરી મૂકી હતી. જેથી રાવળ ફળિયામાં રહેતા તમામ લોકો તાત્કાલિક દોડી આવી જયંતીભાઈ રાવળ ના પરિવારને બચાવવા માટે ઘરમાંથી દોડી આવ્યા હતા.

જેથી ગેસના બાટલમાં લીકેજના લીધે ધડાકા ભૈર આગના ભડાકા થતા જયંતીભાઈ રાવળ ના પરિવાર સહિત 22 લોકો આગની જવાળાઓમાં લપેટાઈ ગયા હતા. જેથી ગંભીર પ્રકારે દાઝી ગયેલા 22 ઇજાગ્રસ્તોની તાત્કાલિક કાલોલ સહિત ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાર લોકોની હાલત અતિ ગંભીર હોવાના કારણે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે તમામની હાલ કાલોલ પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે