- દુકાનદારને 4500 રૂપીયાનો દંડ ફટકારતી કોર્ટ.
શહેરા, પંંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં ઉનાળાની શરૂઆત સાથે કેરીના રસની હાટડીઓ શરૂ થઈ છે. ત્યારે પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા અણીયાદ ચોકડી પાસે કેરીના રસની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને 4 કિલો સડેલી કેરી અને ચાસણી સહિત બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લામાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે શહેરી વિસ્તારોમાં કેરીના રસનું વેચાણ કરતી હાટડીઓ ધમધમતી થઈ છે. ત્યારે શહેરા નગરમાં અનેક સ્થળે કેરીના રસની હાટડીઓ ધમધમતી થઈ છે. ત્યારે શહેરા નગર પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા કેરીના રસની હાટડીઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેરના અણીયાદ ચોકડી પાસે કેરીના રસની દુકાનમાં સેનેટરી ઈન્સ્પેકટરની તપાસ દરમિયાન 4 કિલો જેટલી સડેલી કેરીઓનો જથ્થો તેમજ કલર નાખેલ ચાસણીનો જથ્થો મળી આવ્યો હતો. સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા બિનઆરોગ્યપ્રદ કેુરીઓ તેમજ કલર નાખીને તૈયાર કરેલ ચાસણીનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરા પાલિકા દ્વારા કેરીની દુકાનના સંચાલકને 4500/-રૂપીયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરા પાલિકા દ્વારા બિનઆરોગ્યપ્રદ કેરીના રસનું વેચાણ કરતાં હાટડીઓ ઉપર ચેકીંંગ કરી કાર્યવાહી કરતાં બિનઆરોગ્યપ્રદ કેરીના રસનું વેચાણ કરતાં ધંધાદારીઓમાંં ફફડાટ જોવા મળ્યો છે.