પેનિનસુલા, આઈસલેન્ડના રેયન્સ પેનિનસુલામાં જ્વાળામુખી ફાટ્યો છે. જેના કારણે બ્લુ લગૂન અને નજીકના ગ્રિંડાવિક શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જ્વાળામુખીમાંથી નીકળતો લાવા ગ્રિંડવિકના ઉત્તરીય વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અગાઉ ૮ ફેબ્રુઆરીએ પણ અહીં જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખી ફાટવાના કારણે ત્રણ કિલોમીટરના અંતર સુધી તિરાડ પડી છે. રેજેન્સ પેનિનસુલા આઇસલેન્ડની રાજધાની રેકજાવિકથી માત્ર એક કલાકના અંતરે સ્થિત છે.
શ્રીલંકન નેવીએ ભારતના ૨૧ માછીમારોની અટકાયત કરી છે. રામેશ્ર્વરમ માછીમાર સંઘે આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ શ્રીલંકન નેવીએ ભારતીય માછીમારોની ૨ બોટ પણ જપ્ત કરી છે.