ફિલોડેલ્ફિયા, ફરી એકવાર અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. તાજેતરનો મામલો ફિલાડેલ્ફિયા ટાઉનશિપમાં બન્યો હતો. અહીં ગોળીબારમાં ૩ લોકોના મોત થયા છે જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થિતિ તંગદિલીપૂર્ણ બનતાં સેન્ટ પેટ્રિક દિવસ પર પરેડ રદ કરી દેવામાં આવી હતી. અહીં આવેલો થીમ પાર્ક પણ બંધ કરી દેવાયો હતો.
અમેરિકી મીડિયાના અહેવાલો અનુસાર ટ્રેન્ટ પોલીસના નિર્દેશક સ્ટીવ વિલ્સને આરોપીના નામનો ખુલાસો કર્યો છે. ૨૬ વર્ષીય આરોપી આન્દ્રે ગોર્ડને આ હિંસક ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે હજુ સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે તેણે ગોળીબાર કેમ કર્યો?પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના ઘરેલુ વિવાદને કારણે જ બની હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો માર્યા ગયા છે. આરોપીએ તેની સાવકી માતા ૫૨ વર્ષીય કેરન ગોર્ડન, ૧૩ વર્ષની બહેન કેરા ગોર્ડન અને ૨૫ વર્ષીય ટેલર ડેનિયલને ગોળી ધરબી દીધી હતી. આરોપીની ધરપકડ ન્યૂ જર્સીમાંથી કરવામાં આવી હતી.