ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ શતયેહએ રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને હવે મોહમ્મદ મુસ્તુફા નવા વડાપ્રધાન બન્યા છે. હાલમાં ગાજાપટ્ટીમાં હમાસનું નિયંત્રણ છે જયારે વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇન ઓથોરિટી (પીએ)નું શાસન છે. આથી બંને પક્ષ રાજી થાય તો મિલી જુલી નેશનલ સરકાર બની શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બંને પક્ષો પોતાની માંગમાંથી પિછેહઠ કરવા તૈયાર થયા છે. હમાસ યુધને કાયમી સમાપ્ત કરવાના સ્થાને કમસેકમ ૬ સપ્તાહ સુધી રોકી શકાય તેવી સંમતિ બની શકે છે. ઇઝરાયેલ ૧૦૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડવા તૈયાર થયું છે જેમાં ૧૦૦ કેદીઓ તો હત્યા સહિતના ગંભીર ગુનાઓ ધરાવે છે. યુધ વિરામની ભૂમિકા તૈયાર કરવા માટે છેલ્લા બે દિવસથી દોહા,કાહિરા અને પેરિસમાં વાટાઘાટો યોજાઇ હતી.
ઇઝરાયેલની જાસુસી એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર ક્તારે હમાસના નેતૃત્વએ જાણ કરી છે કે જો પોતાની ગેર વ્યાજબી માંગણી નહી છોડે તો પોેતાના દેશમાંથી કાઢી મુક્તા ખચકાશે નહી. એવી પણ સમજૂતી થઇ છે કે ૧૦૦ પેલેસ્ટાઇની કેદીઓને છોડે તેના બદલામાં સૈનિકો સહિત ઇઝરાયેલના અપહરણનો ભોગ બનેલાને પણ છોડી મુકશે. ઇઝરાયેલી ખુફિયા એજ્ન્સીઓએ સરકારને માહિતી આપી છે કે ૧૩૪ ઇઝરાયેલી બંધકોમાંથી ૩૨ના મુત્યુ થયા છે. ઇઝરાયેલ પીએમ કાર્યાલયના સૂત્રોએ પણ ૧૦૦૦ કેદીઓના બદલામાં ૧૦૨ અપહ્તોને છોડશે ઉપરાંત મુત્યુ પામેલા ૩૨ના મૃતદેહો પણ સોંપશે.