મુંબઇ, સામંથા રુથ પ્રભુ દક્ષિણ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સામંથાએ હિન્દી ફિલ્મોમાં પણ સારી નામના મેળવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સામંથા ઘણી મોટી અને સફળ ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મોમાં તેના પાત્રોને પણ દર્શકોએ ખૂબ વખાણ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન સામન્થાએ ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીનું દર્દ છલકાયું. સામંથાએ તેની કારકિર્દી અને પાત્રો વિશે વાત કરી. દરમિયાન સામંથએ કહ્યું કે તેને સ્ક્રીન પર સેક્સી દેખાવું પસંદ નથી. તે અન્ય લોકોની જેમ સુંદર નથી. એટલે તે સહજતાથી સેક્સી પાત્ર હોય તેવા રોલ નથી કરી શક્તી.
સામંથાએ કહ્યું, ‘ઓ અન્તવા’ કરવાનો મારો નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે મારે મારી ઓળખ એક અભિનેત્રી તરીકે કરવાની હતી. હું હંમેશા કામુક્તાને લઈને ખૂબ જ અસ્વસ્થ રહી છું. આવી સ્થિતિમાં મને બહુ સારું કે સુંદર લાગતું નથી. હું અન્ય છોકરીઓ જેવી દેખાતી નથી. સામંથાએ વધુમાં કહ્યું કે, મેં અભિનેત્રી તરીકે હંમેશા દરેક પડકારને સ્વીકાર્યો છે, પરંતુ મને સેક્સી દેખાવું પસંદ નથી. જો કે હાલમાં હું બીમારીની સારવાર બાદ કમબેક કરી રહી છું.
ઇન્ટરવ્યુમાં સામંથાએ સાઉથ અને બોલીવુડ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી. સામંથાએ ‘પુષ્પા’ અને ‘ધ ફેમિલી મેન ૨’ વિશે વાત કરી હતી. સામંથાએ કહ્યું, ‘મને લાગે છે કે ‘ઓ અંતવા’ કરવાનો નિર્ણય ‘રાઝી’ કરવાના નિર્ણય જેવો જ હતો, જે ‘ધ ફેમિલી મેન ૨’માં મારું પાત્ર હતું. આ દરમિયાન સામંથાએ પણ જાતીયતા અંગે અસહજ હોવાનું સ્વીકાર્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું એવી અભિનેત્રીને પણ ઓળખું છું જેઓ ફક્ત સેક્સી દેખાવના આધારે મોટા બજેટની ફિલ્મો મેળવે છે. જ્યારે અમારા જેવી અભિનેત્રીએ ફિલ્મો મેળવવા અભિનય અને સેક્સી લુક બાબતે વધુ મહેનત કરવી પડી છે.
અભિનેત્રી સામંથાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ, તો તે ઘણી અભિનેત્રી અનેક મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે. તે જ સમયે, સામંથા ‘સિટાડેલ’ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે. આ સીરીઝમાં તે વરુણ ધવન સાથે લીડ રોલમાં જોવા મળશે.