મુંબઇ, પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની માતા ચરણ કૌરે આપ્યો પુત્રને જન્મ, આની જાણકારી મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર આપી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના નાના દિકરાનો ફોટો શેર કરતા લખ્યું શુભદીપને ચાહનારી લાખો-કરોડો આત્માઓના આશીર્વાદ , તેમજ તેમણે લોકોના પ્રેમ પ્રત્યે પણ આભાર માન્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પર પિતા બલકૌર સિંહે ફરી એક વખત પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જુનિયર મુસેવાલા સાથે સિદ્ધુ મુસેવાલાનો પણ ફોટો રાખ્યો છે.પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની માતા ચરણ સિંહ પુત્રને જન્મ આપતા ગામમાં ફરી જશ્ર્નનનો માહૌલ જામ્યો છે. ૫૮ વર્ષની ઉંમરે ચરણ કૌરે પુત્રને જન્મ આપવા માટે આઈવીએફની મદદ લીધી હતી.
આ ફોટોમાં પાછળ જે ફોટો રાખ્યો છે જે સિદ્ધુ મુસાવાલનો છે જેના પર લખ્યું કે, લીજેન્ડ ક્યારે પણ મરતા નથી. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુના અંદાજે ૨ વર્ષ બાદ તેના ઘરમાં ખુશીઓ આવી છે. આ ખુશી પર તમામ ચાહક સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી રહ્યા છે.
સિદ્ધુમુસેવાલા પંજાબી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હતુ. દેશભરમાં તેની ખુબ મોટી ફેન ફોલોઈંગ હતી. ૨૯ મે ૨૦૨૨ના રોજ ગોળી મારી તેની હત્યા કરવામાં આવી હતી. જેની જવાબદારી ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બરાડે કરી હતી. તેમણે દુનિયાને અલવિદા કહી ૨ વર્ષ પુરા થશે. હજુ પણ ચાહકો તેને ભુલાવી શક્યા નથી.તે આજે પણ ઘણા ચાહકોના દિલમાં જીવંત છે.
તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા માતા પિતાનું એક માત્ર સંતાન હતુ. તે હવે આ દુનિયામાં નથી. ત્યારબાદ આઈવીએફની મદદથી માતા-પિતા ફરી એક વખત પુત્રનું સ્વાગત કર્યું છે. ૫૮ વર્ષની ઉંમરે ચરણકૌરે પુત્રને જન્મ આપ્યો છે.