નવીદિલ્હી, અફઘાનિસ્તાનની ધરતી પર કબ્જો જમાવનાર તાલિબાનીઓની તસ્વીરો સામે આવી છે. લોકો વિમાનો પર લટકીને દેશ છોડવા માંગે છે. તાલિબાનીઓના આતંકથી અફઘાની લોકો કોઈ પણ કિંમત પર ઘર છોડીને ભાગવા તૈયાર છે. આજે પણ અફઘાનીઓ પોતાના પરિવારોનો છોડી બીજા દેશોમાં સ્થાયી થવા આતુર છે. ઘણા અફઘાનીઓ એવા છે જે આઇએમએમાં ટ્રેનિંગ લેવા ભારત આવ્યા હતા. તે વખતે તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો હતો. આજે ટ્રેઈની ઓફિસરો વેઈટર તરીકે નોકરી કરે છે.
કાબુલમાં તાલિબાની સરકાર બની તે પછી ભારતીય દૂતાવાસ ઠપ્પ થઈ ગયું હતું. એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ ૨૭ વર્ષના ખલીલ શામસ અને અન્ય ૫૦ અફઘાનિસ્તાની સૈનિકો ભારતીય મિલિટ્રીમાં ટ્રેનિંગ લેવા આવ્યા હતા. તે દરમિયાન તાલિબાનીઓએ તેમના દેશ પર કબ્જો જમાવી દીધો હતો. એક સૈનિકે જણાવ્યું હતું કે, આશરે ૨૦૦ સૈનિકો ટ્રેનિંગ લઈ રહ્યા હતા. તેમાંથી ઘણા ઈરાન, કેનેડા, અમેરિકા અને યુરોપ જતા રહ્યા હતા. બાકીના ૫૦ સૈનિકને વિઝા મળ્યા ન હતા.
તાલિબાનીઓએ ભારતીય દૂતાવાસ બંધ કરી દીધો હતો. ૨૯ વર્ષના જાકી મરજાઈ એક તાલિબાની હુમલામાં ઘાયલ થયા બાદ ઈલાજ કરાવવા ભારત આવ્યો હતો. દિલ્હીની સરકારી દવાખાનામાં ભરતી હતો. જોકે, તેને સારવાર બાદ પોતાના દેશ જવાનો ડર લાગતો હતો. એવામાં તેને ઘર છોડી ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો.
૨૭ વર્ષના પૂર્વ અફઘાનિની સૈનિક અસીલ લાજપત નગરમાં જીમ ટ્રેનરનું કામ કરે છે. આ વિસ્તારમાં ઘણા શરણાર્થીઓ વસવાટ કરે છે. ઘણાએ દુકાનો ખોલી છે. શમસ અને અસીલ અમેરિકા જવા ઈચ્છે છે. પરંતુ તેઓની મદદ કરવાવાળું કોઈ નથી.