‘મિસ્ટર મમ્મી’નું દમદાર ટ્રેલર રિલીઝ થયું , લાંબા સમય પછી જેનેલિયા-રિતેશ દેશમુખ સાથે જોવા મળ્યા

મુંબઇ,
બોલિવૂડ એક્ટર રિતેશ દશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસોઝાની કોમેડી અને ફનીથી ભરપૂર આગામી ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ૧૦ વર્ષ પછી આ જોડી ફરી એકવાર પડદા પર ધૂમ મચાવશે. તાજેતરમાં, કપલે લગ્નની ૧૦મી વર્ષગાંઠની ઉજવણી કરી છે અને ચાહકોને એક નવી ફિલ્મ પણ ભેટ આપી છે. રિતેશ-જેનેલિયા ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’માં સાથે જોવા મળશે. આ વર્ષની શરૂઆતમાં, ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો, જે જોવાની ખૂબ જ મજેદાર હતી. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેનું ટ્રેલર ખૂબ જ હસાવી રહ્યું છે. શુક્રવાર ૪ ફેબ્રુઆરીના રોજ, નિર્માતાઓએ ફિલ્મના ઘણા પોસ્ટર લોન્ચ કર્યા. આ પોસ્ટરમાં રિતેશ અને જિનિલિયા પ્રેગ્નેન્ટ જોવા મળે છે. આ પોસ્ટર્સની ટેગ લાઇન હતી ‘ભરપૂર દિલ કોમેડી પેટ સે’.

શાદ અલી ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’નું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. ભૂષણ કુમાર અને હેક્ટિક સિનેમા પ્રાઇવેટ લિમિટેડ આ ફિલ્મનું નિર્માણ કરશે.ફિલ્મની વાર્તા વિશે વાત કરતાં, પોસ્ટરો જણાવે છે કે વાર્તા એક દંપતીની આસપાસ ફરે છે જેમની વિચારસરણી બાળકની વાત આવે ત્યારે મેળ ખાતી નથી. ફિલ્મમાં આ વાર્તાને કોમિક રીતે રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં પણ જોવા મળશે, જો પુરુષ ગર્ભવતી થાય તો શું થાય?

આપને જણાવી દઈએ કે, રિતેશ અને જેનેલિયાની જોડી છેલ્લે ફિલ્મ ‘તેરે નાલ લવ હો ગયા’ (૨૦૧૨)માં જોવા મળી હતી. લગ્ન બાદ બંને પડદા પર સાથે જોવા મળ્યા ન હતા. જો કે લગ્ન બાદ આ કપલ ફિલ્મોમાં કામ કરી રહ્યું છે.

રિતેશ અને જેનેલિયાએ ફિલ્મ મુઝે તેરી ક્સમ (૨૦૦૩) થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી બંને કોમેડી ફિલ્મ મસ્તી (૨૦૦૪)માં સાથે આવ્યા હતા. ‘મિસ્ટર મમી’ રિતેશ અને જેનેલિયાની એક્સાથે ચોથી ફિલ્મ હશે. જેનેલિયા છેલ્લે ફિલ્મ ઈટ્સ માય લાઈફ (૨૦૨૦)માં જોવા મળી હતી. રિતેશ-જેનેલિયા ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’માં સાથે જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જે જોવાની મજા ઘણી જ મજેદાર છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.