સંંતરામપુર ફોરેસ્ટ રેન્જના કાર્યક્રમમાં વન વ્યવસ્થા મંંડળીઓના આર્થિક લાભ માટે કીટનું વિતરણ કરાયું

સંંતરામપુર,સંતરામપુર પૂર્વ રેન્જ તથા સંતરામપુર પશ્ચિમ રેન્જના કાર્યક્ષેત્રમાં આવેલ વિવિધ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને આર્થિક લાભ મળે તે હેતુથી ખેતીને ઉપયોગી સંસાધનો જેવા કે દવા છાંટવાના પંપ ખેતીના પાકને પાણી આપવા માટે હોન્ડા મશીન તેમજ ખેતીના ઉપયોગમાં આવતા ઉપણવાના પંખા તથા પોતાના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરી અને પોતાની આજીવિકા માટે મદદરૂપ થાય તેવી શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવેલ હોય વધુમાં સંતરામપુર પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા જંગલ વિસ્તારમાં વાસ સુધારણા કાર્યક્રમ હેઠળ કાપવામાં આવેલા પરિપક વાંસને એકઠા કરી ગ્રામજનોને વિતરણ કરવામાં આવેલ હતા. જેમાં પરીક્ષત્ર અધિકારી સંતરામપુર પૂર્વ એમ.બારીયા તથા પરીક્ષત્ર વન અધિકારી સંતરામપુર પશ્ચિમ આઈ.એમ.તાવિયાડ તેમજ સ્થાનિક સ્ટાફ ની ઉપસ્થિતિમાં સદર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.