
- આગામી લોકશાહીના પર્વને શાંતિપૂર્ણ અને આદર્શ પરિસ્થિતિમાં ઉજવવા મહીસાગર જીલ્લા તંત્ર સજ્જ છે- નેહા કુમારી.
- ચૂંટણીની તમામ કામગીરી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે: જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરો.
માહિસાગર,ભારતના ચૂંટણીપંચ દ્વારા તા:16 માર્ચ, 2024 ના રોજ લોકસભા સામાન્ય ચુંટણી-2024 ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે મહીસાગર જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર નેહા કુમારીના ઉપસ્થિતીમાં આજરોજ મહીસાગર જીલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક માધ્યમોના મિડીયા મિત્રો સાથે પત્રકાર પરિષદ યોજાઈ.
જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર નેહા કુમારીએ ઇલક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમોના તંત્રીઓ/પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચુંટણી-2024 વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જીલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
જીલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મહીસાગર જીલ્લામાં સમાવિષ્ટ 3 વિધાનસભા બેઠકો જીલ્લામાં કુલ 963 મતદાન મથકો આવેલા છે.
મહીસાગર જીલ્લામાં 3 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8,26,989 મતદારો નોંધાયેલો છે. જેમાં 4,21,870 પુરૂષ મતદારો 4,05,110 મહિલા મતદારો , 9 અન્ય મતદારો નોંધાયેલા છે. આ ઉપરાંત 18-19 વયજૂથના 21,064 મતદારો, 20-29 વયજૂથના 1,93,341 મતદારો, 85 ઉપરના 7,921 મતદારો અને PWDના 4,649 મતદારો નોંધાયેલ છે.
ઉપરાત જીલ્લાના પત્રકારો દ્રારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબો તથા ભૂતપૂર્વ ચુંટણી પ્રક્રીયામાં પત્રકાર મિત્રો તથા સામાન્ય જનને પડેલી મુશ્કેલીનુ પુનરાવર્તન ન થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવુ ચુંટણી અધિકારીએ જણાવ્યુ હતું.
આ પત્રકાર પરિષદમાં જીલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ. મનાત, સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયા ઉપસ્થિત રહ્યા હતા.